Gujarat

પારડી પોલીસ મથકના પરિસરના શૌચાલયમાંથી નેપાળી યુવકની લાશ મળી

પારડી
પારડી મૃતક પદમ દમણના બુટલેગરોના સંપર્કમાં હોવાની ચર્ચાએ બુધવારે જાેર પકડ્યું હતું. સુત્રોથી મળેલી માહિતી મુજબ લાશ મળ્યા બાદ પદમ પાસેથી મળેલી આઇડી કેટલાક બુટલેગરોને પણ વોટ્‌સએપ ઉપર મોકલાવાયું હતું. મૃતકના સંબંધીઓને શોધવા પોલીસે જિલ્લાના તમામ નેપાળી સમાજના સભ્યો સાથે સંપર્ક કરવાનું શરૂ કરતા તેની ઓળખ પદમ નેપાળી તરીકે થઇ હતી. જે બાદ પદમનો ભાઇ જે ઉમરગામમાં રહે છે તેણે પારડી પોલીસને સંપર્ક કરી જણાવ્યું હતું કે, મૃતક પદમ નેપાળથી બસમાં આવી રહ્યો હતો. હવે તેનો ભાઇ પોલીસ સ્ટેશને આવશે ત્યારે જ વધુ માહિતી મળી શકશેપારડી પોલીસ મથકના પરિસરમાં આવેલ શૌચાલયમાંથી બુધવારે સાંજે એક નેપાળી યુવકની લાશ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. પોલીસના જણાવ્યા મુજબ આ નેપાળી યુવક નેપાળથી બસમાં આવ્યો હતો અને શૌચાલયમાં જઇ આપઘાત કરી લેતા એફએસએલની ટીમને તપાસ માટે બોલાવાઇ છે. પારડી પોલીસ મથકના પરિસરમાં બનાવવામાં આવેલ શૌચાલયમાંથી બુધવારે સાંજે એક ૨૮ વર્ષીય નેપાળી યુવકની લાશ મળી આવતા પોલીસ દોડતી થઇ હતી. સાંજે ૬.૩૦ કલાકે જીઆરડી જવાન ત્યાં જતા બંધ દરવાજાને જાેઇ તેને શંકા ગઇ હતી અને તેણે આ અંગે પારડી પીઆઇ કે.એમ.બેરિયા અને સ્ટાફને જાણ કરતા દરવાજાે ખોલી જાેતા અંદરથી યુવકની ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. બનાવની જાણ થતાં ઘટના સ્થળે વલસાડ વિભાગના ડીવાયએસપી મનોજસિંહ ચાવડા અને પારડી મામલતદાર ધસી આવ્યા હતા. અજાણ્યા યુવકે શૌચાલયમાં કયા કારણોસર આપઘાત કર્યો તે જાણવા તેના વાલીવારસને શોધવા પારડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આમ પોલીસ સામે પણ અનેક સવાલો ઉભા થઇ રહ્યા હતાં. બનાવની જાણ થતાં મીડિયા કર્મીઓ રાત્રે પારડી પોલીસ મથકે કવરેજ માટે પહોંચ્યા હતા. યુવકે શૌચાલયમાં આપઘાત કર્યા હોવાનું જણાઇ આવતા તેઓ ફોટો-વીડિયો લેવા સ્થળ ઉપર જતા જ પારડી પોલીસની ટીમ મીડિયા પાછળ દોડી આવી હતી અને મોબાઇલ લઇ લેવા કહેતા ડીવાયએસપી મનોજસિંહ ચાવડાએ તે માટે ના પાડી સમગ્ર માહિતી મીડિયાને આપી હતી. પદમ નેપાળી નેપાળથી બસમાં નીકળ્યો હતો અને પારડીમાં જ કેમ ઉતર્યો તે શંકાસ્પદ જણાઇ આવે છે. જ્યારે પોલીસના શૌચાલયમાં જઇ આપઘાત કરવા પાછળની વાત ગળે ઉતરતી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *