પાલનપુર
પાલનપુરના ગણેશપુરા વોર્ડ નંબર ૧૧ ના રહીશો પાલિકામાં આવી પહોંચ્યા હતા. ગટર અને રોડની સમસ્યાની ગણેશપુરા વિસ્તારના સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર અથવા પાલિકાના સત્તાધીશોએ રહીશોની કોઈ રજૂઆત સાંભળી ન હતી. ત્યારે ગટર પાણીના નિકાલની વ્યવસ્થાં અને રોડની સમસ્યાને કારણે મુશ્કેલી ભોગવતા ગણેશપુરા વિસ્તારના રહીશોએ પાલનપુર પાલિકામાં અલ્ટીમેટમ આપ્યું હતું. પાલિકાના પગથિયા પર રહીશોએ બેસી જઈને પોતાનો વિરોધ પ્રગટ કર્યો હતો. તેમજ ચીમકી પણ ઉચ્ચારી હતી કે, સાત દિવસમાં ગણેશપુરા વિસ્તારની સમસ્યાઓનો નિકાલ નહીં આવે તો આંદોલન કરવામાં આવશેપાલનપુરના ગણેશપુરા વિસ્તારના રહીશો રોડ તેમજ ગટરની સમસ્યા નિવારણ માટે નગરપાલિકા પહોંચ્યા હતા. જ્યા રહિશોએ વિરોધ નોંધાવ્યો હતો અને વિસ્તારમાં ગટર તેમજ પાણીની સમસ્યાનો નિકાલ નહીં આવે તો ૭ દિવસનું અલ્ટીમેટમ આપી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.