અમરેલી
પાલીતાણા-શેત્રુંજી ડિવિઝનની વડી કચેરી પણ નથી. અન્ય ઓફિસમાં કામ ચલાઉ કચેરી કાર્યરત કરી છે. રાજુલા રેન્જની ઓફિસ નથી, વનકર્મીઓ માટે ક્વાર્ટર નથી. જાફરાબાદ રેન્જમાં પણ સરકારી ઓફિસ નથી, ક્વાર્ટર નથી. કોઈ સુવિધા ન હોવાને કારણે વનકર્મી અને વન ઓફિસરો મુશ્કેલીમાં જાેવા મળી રહ્યા છે. પાલીતાણા-શેત્રુંજી ડિવિઝન માત્ર સરકારના ચોપડે ચાલી રહ્યું છે.અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યુ હતું કે સરકાર દ્વારા મોટા ઉપાડે ડિવિઝન તો શરૂ કરાયું પરંતુ ડિવિઝનના જવાબદાર અધિકારીઓ હાજર રહેતા નથી. તેમજ ૨ રેન્જમાં તો આર.એફ.ઓની જગ્યા ખાલી છે, કોઈ ઓર્ડર થયા નથી. સિંહો અમારું ગૌરવ છે. સરકારે તેમની સુરક્ષા કરવા માટે તાકીદે આર.એફ.ઓ.ની જગ્યાઓ પુરવી જાેઈએ. આટલા મોટા બૃહદગીર રેન્જ વિસ્તારમાં કોઈ ઉચ્ચ અધિકારીઓ પણ વિઝિટ પેટ્રોલિંગ કરતા નથી. ૧૦૦ ઉપરાંત સિંહો માત્ર આ ડિવીઝનના કાગળ ઉપર નોંધાયા છે. દીપડા, નીલગાય સહિત વન્યપ્રાણીઓ રેવન્યુ વિસ્તારમાં સતત અવર-જવર કરી રહ્યા છે. જાે કે તેમની સુરક્ષા ભગવાન ભરોસે મુકાઈ ગઈ છે.ગુજરાત સરકાર દ્વારા ૨ વર્ષ પહેલા સૌરાષ્ટ્રના ૨ જિલ્લા અમરેલી અને ભાવનગરને જાેડતું અતિમહત્વનું મનાતું પાલીતાણા-શેત્રુંજી ડિવિઝન શરૂ કરી દેવાયુ છે. પરંતુ તે માત્ર અધિકારી સ્ટાફ વિહોણું કાગળ પર જ ચાલી રહ્યું છે. જેને પગલે વહીવટી પ્રક્રિયા પણ અટકી પડી છે, જ્યારે મોટાભાગની રેન્જમાં અધિકારીઓની જગ્યા ખાલી તે છે જ, પરંતુ મુખ્ય અધિકારી પણ કેટલાય દિવસોથી રજા ઉપર છે. આ ડિવિઝન ક્યાંક ઇન્ચાર્જ તો ક્યાંક ઇન્ચાર્જ વિહોણી ઓફિસોના ભરોસે ચાલી રહ્યું છે. રેન્જ વિસ્તારમાં સિંહો સહિત વન્યપ્રાણી ઉપર કોઈ મોનિટરીંગ પણ ન હોવાથી અમરેલી અને ભાવનગરને જાેડતા આ એક ડિવિઝનના કારણે અધિકારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નોંધનીય છે કે પાલીતાણા શેત્રુંજી ડિવિઝનના ડ્ઢઝ્રહ્લ રજા ઉપર છે. આ ઉપરાંત તેની નીચેની અતિ મહત્વની પોસ્ટ છઝ્રહ્લના પણ બે અધિકારીઓ રજા ઉપર છે. ઉપરાંત લીલીયા રેન્જમાં કેટલાય મહિનાથી કોઈ આર.એફ.ઓ નથી, જેના કારણે જગ્યા ખાલી છે. ત્યારબાદ સિંહોના નિવાસસ્થાન સમા રાજુલા કોસ્ટલ બેલ્ટમાં પણ આર.એફ.ઓ.ની જગ્યા કેટલાય મહીનાથી ખાલી છે. કોઈ આર.એફ.ઓની નિમણુંકના ઓર્ડર પણ થતા નથી. તેના કારણે જેસર આર.એફ.ઓ.પાસે રાજુલા, લીલીયા અને જેસર સહિત ત્રણ રેન્જનો ચાર્જ છે. જેના કારણે આર.એફ.ઓ. પણ ત્રણેય રેન્જમાં આંટાફેરા કરી દોડધામ કરી રહ્યા છે. રાજુલાથી પીપાવાવ પોર્ટ સુધી ૧૫ કિમિ રેલવે ટ્રેક આવેલો છે. સિંહોનો ટ્રેકની આસપાસ વસવાટ છે. આ ઉપરાંત પીપાવાવની આસપાસ તમામ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે. પરંતુ કોઈ ઉચ્ચ અધિકારીઓ પેટ્રોલિંગ કરવા આવતા નથી. ઉચ્ચ અધિકારીની વિઝિટ પણ કેટલાય મહિનાથી થઈ નથી. અહીં નીચેના કર્મચારીઓ ઉપર પણ કોઈ મોનીટરીંગ નથી. જેના કારણે સિંહો ઉપર મોટું સંકટ ઉભું થયું છે. અનેક વાર સિંહો ટ્રેક પર પણ આવી ચુક્યા હોવાની ઘટનાઓ બની છે. શિયાળાની ઋતુમાં સિંહો ઠંડીના કારણે વધુ ગરમ હૂંફ લેવા માટે રાજુલાથી પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક ઉપર વધુ આવતા હોય છે કેમ કે ગુડ્સ ટ્રેન અહીં ટ્રેક ઉપર ૨૪ કલાકમાં ૨૦થી ૨૫ વખત પસાર થતી હોય છે. જેના કારણે ટ્રેક વધુ ગરમ રહેતા હોય છે, તે ગરમ હૂંફ લેવા સિંહો રાત્રીના સમયે ટ્રેક ઉપર વધુ બેસવા માટે મોકો શોધી આવી ચડતા હોય છે. ભૂતકાળમાં ૮થી વધુ સિંહો રાજુલા પીપાવાવ પોર્ટ ટ્રેક ઉપર અકસ્માતે મોતને ભેટી ચુક્યા છે.
