Gujarat

પાવર બ્લેક આઉટથી આખા પાકિસ્તાનમાં છવાયો અંધકાર, આરોપ લાગ્યો ભારત ઉપર

  • વડાપ્રધાન ઈમરાન ખાન ચૂંટણીમાં નવું પાકિસ્તાન બનાવવાનો વચન આપીને સત્તામાં આવ્યા હતા પરંતુ આર્થિક રીતે ખરાબ અને કંગાળ પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે, શનિવારે મોડી રાત્રે અચાનક આખા દેશમાં વિજળી ગૂલ થઈ ગઈ. આ કારણે પાકિસ્તાનના બધા મુખ્ય શહેર અને વિસ્તાર કરાચી, લાહોર, પેશાવર, ઈસ્લામાબદ, મુલ્તાન અને રાવલપિંડી બધી જ રીતે અંધારપટ્ટમાં ડૂબી ગયા છે. હંમેશાની જેમ પાકિસ્તાને આનો આરોપ ભારત ઉપર લગાવ્યો છે.આખા પાકિસ્તાનમાં વિજળી ગૂલ થઈ જવામાં પણ ઈમરાન સરકારના મંત્રી શેખ રશીદને ભારતનું ષડયંત્ર નજરે આવી રહ્યું છે. તેમને પાકિસ્તાનમાં વિજળી ગૂલ થવાનો ઠિકરો પણ ભારત પર ફોડ્યો છે. શેખ રશીદે કહ્યું કે, ભારતે પાકિસ્તાનની વિજળી તે માટે કાપી નાખી છે કેમ કે, ત્યાં થઈ રહેલા ખેડૂત આંદોલનથી દુનિયાનું ધ્યાન હટાવી શકાય.
  • પાકિસ્તાનના ઉર્જા મંત્રાલયે ટ્વિટર દ્વારા જાણકારી આપી કે, પાવર ટ્રાન્સમિશન સિસ્ટમની ફ્રક્વન્સીમાં અચાનક 50થી 0નો ઘટાડો આવવાથી દેશવ્યાપી બ્લેકઆઉટ થઈ ગયો. મંત્રાલય અનુસાર, આ ટેકનીકલ મુશ્કેલી 11.41 વાગ્યાની આસપાસ આવી. મંત્રાલયે લોકોને સંયમ રાખવાનું કહ્યું છે. જોકે, હાલમાં ક્રમબદ્ધ રીતે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં આવી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *