Gujarat

પિતા મને લાકડીથી મારે છે મારે ઘરે નથી જવું, બીજે ક્યાંક લઈ જાઓ ઃ કિશોરી

પાટણ
સિદ્ધપુરના ગામમાં કિશોરીની માતાએ બીજા લગ્ન કરતા કિશોરી માતા સાથે સાવકા પિતાના ઘરે રહેતી હતી હોઈ કિશોરીને ઘરમાંથી બહાર ન નીકળવા દેતા હોઈ યેનકેન પ્રકારે સામાન્ય બાબતોમાં ઢોર માર મારી માનસિક ત્રાસ આપવામાં આવતો હોઈ બે દિવસ અગાઉ કિશોરી પિતાના ત્રાસથી છુટકારો મેળવવા ફક્ત ૧૩ વર્ષની ઉંમરે એકલી ઘરેથી ભાગીને સિદ્ધપુરમાં આવી ગઈ હતી. કિશોરી એકલી ફરતી હોઈ લોકો દ્વારા પૂછપરછ કરતા તેની વેદના સાંભળી સુરક્ષા માટે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનને જાણ કરતા કાઉન્સિલર લક્ષ્મીબેન અને એએસઆઈ બબીબેન બન્ને મહિલા કર્મીઓ સ્થળ પર પહોંચી કિશોરીને સાથે લઈ આવી આશ્વાસન આપી તેને ઘરે મોકલી આપવા માટે સમજાવટ કરી હતી. પરંતુ કિશોરી પિતાના ત્રાસના ભયથી ઘરે જવા તૈયાર ન હોય તેને સુરક્ષિત આશ્રયગૃહમાં મોકલી ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને જાણ કરી હતીસિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ૧૩ વર્ષની કિશોરી પોતાના સાવકા પિતાની મારઝૂડથી કંટાળી ઘરેથી ભાગી ગઈ હતી. ત્યારે સિદ્ધપુર શહેરમાં એકલી ફરતી કિશોરીને જાેઈ ૧૮૧ અભયમને લોકો દ્વારા જાણ કરતાં ઘરે જવા માટે સમજાવવા છતાં ઘરે જવા તૈયાર ન થતાં તેને સુરક્ષિત હતી.

13-year-old-girl-is-beaten-by-her-father.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *