મહારાષ્ટ્રના પૂણેમાં સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના ટર્મિનલ 1 ગેટ પર આગ લાગી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. ઘટનાસ્થળે ફાયરબ્રિગેડની ગાડીઓ પહોચી ગઇ છે અને આગ બુજાવવાનું કામ ચાલુ છે. સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં જ કોરોના વેક્સીન કોવિશીલ્ડ બની રહી છે, જેને ભારત સહિત કેટલાક દેશમાં પહોચાડવામાં આવી રહી છે.
મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં વેક્સીન બનાવ્યા બાદ સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયામાં ઉજવણીનો માહોલ રહ્યો હતો. કર્મચારીઓ સાથે ભેગા થઇને તસવીર ખેચાવી હતી અને ઉજવણી કરી હતી. જેમાં સીરમ ઇંસ્ટીટ્યૂટના પ્રમુખ અદર પૂનાવાલા પણ હાજર રહ્યા હતા.
સીરમ ઇંસ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) કોરોના વાયરસ વિરૂદ્ધ વધઉ ચાર વેક્સીન પર કામ કરી રહ્યુ છે. સીરમ ઇંસ્ટીટ્યૂટના કાર્યકારી ડિરેક્ટર સુરેશ જાધવે આ જાણકારી આપી છે. જાધવે એક વેબિનારમાં જણાવ્યુ કે કંપની કોવિશીલ્ડ સહિત કોરોના વાયરસની પાંચ રસી પર કામ કરી રહી છે. કોવિશીલ્ડના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ચુકી છે અને રસીકરણ અભિયાનમાં આ વેક્સીન લગાવવામાં આવી રહી છે. જાધવે જણાવ્યુ કે ત્રણ વેક્સીન ક્લીનિકલ અધ્યયનના વિવિધ તબક્કામાં છે, જ્યારે એક વેક્સીન અત્યારે ટ્રાયલના પ્રી-ક્લીનિકલ તબક્કામાં છે.


