ગાંધીનગર
ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકના ઉનાવા આઉટ પોસ્ટમાં એએસઆઈ હસમુખભાઇ અંબાલાલ શર્મા (બ.ક.નં-૮૦૪) ફરજ બજાવે છે. ત્યારે ફરિયાદીના પત્ની તેઓના પિયર મહારાષ્ટ્ર ખાતે તેઓની મરજીથી ગયા હતા. આ અંગેની જાણ ફરીયાદીની સાળીને થઈ હતી અને ફરીયાદી અને તેમની સાળી વચ્ચે અણબનાવ હોવાથી ફરિયાદીની જાણ બહાર ફરિયાદીના સાળીએ ઉનાવા આઉટ પોસ્ટમાં રૂબરૂ જઈ ફરિયાદીના પત્ની ગુમ અંગેની જાણવા જાેગ અરજી કરી હતી. જે તપાસ એએસઆઈ હસમુખ શર્મા કરતા હતા. તેઓએ ફરીયાદીને ઉનાવા આઉટ પોસ્ટ બોલાવી તમારી પત્ની ગુમ થયેલ છે, તે બાબતે પુછપરછ કરી નિવેદન પણ લીધું હતું. જેમાં ફરિયાદીએ જણાવેલ કે મારી પત્ની ગુમ થયેલ નથી અને મારી પત્ની તેની મરજીથી તેના પિયરમાં ગઈ છે.અમારે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ થયો નથી. બાદમાં ફરિયાદીના પત્ની પોતાના પિયરથી પરત આવતા ફરિયાદી તથા તેમના પત્ની તથા તેમના સાળી પેથાપુર પોલીસ મથક ગયા હતા. એ વખતે તેઓ એ.એસ.આઈ શર્મા ને મળ્યા હતા. અને ઉક્ત અરજી બાબતે તેમણે સમાધાન કરાવ્યું હતું. પરંતુ અરજી ફાઇલે કરવા માટે હસમુખ શર્માએ ફરીયાદી પાસે પ્રથમ રૂ ૨૦ હજારની ની લાંચની માંગણી કરી હતી. અને રકઝકને અંતે રૂ.૫ હજાર લાંચ પેટે આપવાના નક્કી કર્યા હતા. જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ના હોય એસીબી ટોલ ફ્રી નંબર-૧૦૬૪ ઉપર સંપર્ક કરી એસીબી ખાતે ફરિયાદ આપી હતી. જેનાં પગલે એસીબી પીઆઈ એસ.ડી.ચૌધરીએ મદદનીશ નિયામક એ.કે.પરમારનાં માર્ગદર્શન હેઠળ આજ રોજ ઉનાવા આઉટ પોસ્ટમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું. જેમાં એ.એસ.આઈ શર્મા ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂપિયા ૫ હજારની ની માંગણી કરી અને સ્વીકારી રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ત્યારે એસીબીનાં છટકા માં હસમુખ શર્મા ફસાતા પોલીસ બેડામાં સોપો પડી ગયો હતો.ગાંધીનગર જિલ્લામાં છઝ્રમ્એ સફળ ટ્રેપ કરી એક છજીૈંને ૫ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. ફરિયાદની પત્ની ગુમ થયાની અરજી ફાઈલ કરવા માટે છજીૈંએ ૫ હજારની લાંચ માગતા છઝ્રમ્માં ફરિયાદ થયા બાદ એસીબીએ છટકું ગોઠવી લાંચિયા છજીૈંને લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો હતો.
