Gujarat

પેન્ડોરા પેપર્સનો ઘટસ્ફોટ ઃ લંડન બન્યું વિશ્વના અબજાેપતિ કરચોરો માટેનું સ્વર્ગ

લંડન
લંડન આ માટેનું કેન્દ્ર એટલા માટે બની ગયું છે કે કેમકે અહીં આ પ્રકારના કારોબાર માટેની અત્યંત અત્યાધુનિક ઇકોસિસ્ટમ છે. તેના ઇકોસિસ્ટમ કરચોરોને મદદકર્તા છે, તેમા વેલ્થ મેનેજમેન્ટ ફર્મ્સની રચનાથી લઈને હાઈ એન્ડ વકીલો અને દાયકાઓની અનુભવી હિસાબી પેઢીઓ છે. પ્રોપર્ટી માટે જાણીતા વિસ્તારોમાં વેસ્ટમિનિસ્ટર, કેમડેન, કેનિંગ્સ્ટન અને ચેલ્સીનો સમાવેશ થાય છે.તેમા પણ લંડનના સંઘર્ષ કરી રહેલા પ્રોપર્ટી માર્કેટે પણ વિશ્વના સમૃદ્ધોને તેમની મિલકત છૂપાવવાની તક પૂરી પાડી છે. તેમા કેટલીય પ્રાઇમ પ્રોપર્ટીઝ તો લંડનના હાર્દ સમા વિસ્તારમાં આવેલી છે. તાજેતરના વર્ષોમાં રશિયાના અબજાેપતિઓએ ઘણી બધી મિલકત લંડનમાં ખરીદી છે. દાયકાઓથી યુ.કે.ના સત્તાવાળાઓએ મૂડી અને પ્રતિભાઓને આકર્ષવા મિલકત બજારને લઈને હળવો અભિગમ અપનાવ્યો છે, જે આજે હવે તેની પ્રતિષ્ઠા ખરડી રહ્યો છે.લદ્દાખ પેન્ડોરા પેપરમાં લંડન મની લોન્ડરિંગ અને કરમાંથી છટકવાની જાળના મુખ્ય કેન્દ્ર તરીકે ઉભરી આવ્યાનું જાહેર થયા પછી પારદર્શકતાના સમર્થકોએ બ્રિટનને આ પ્રકારની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બ્રિટનની કાયદાકીય વ્યવસ્થાને વધારે મજબૂત બનાવવા માટે જણાવ્યું છે. ૧.૨ કરોડ ફાઇલોના નાણાકીય વિશ્લેષણે દર્શાવ્યું છે કે વિશ્વના સંપત્તિવાનો ઓફશોર કંપનીઓ સ્થાપીને કઈ રીતે વેરો ભરવાનું ટાળે છે. આ લાભાન્વિતોમાં ઓળખી કાઢવામાં આવેલી વિદેશી વ્યક્તિઓમાં જાેર્ડનના રાજા કિંગ અબ્દુલ્લાહ-ટુ, અઝરબૈજાનના પ્રમુખ ઇલ્હામ અલિયેવ અને પાક.ના વડાપ્રધાન ઇમરાનના સહયોગીનો સમાવેશ થાય છેર્‌ કિંગ અબ્દુલ્લાહે કશું અયોગ્ય કર્યાનોઇન્કાર કર્યો છે. ઇમરાન ખાને જણાવ્યું છે કે આ અંગે જેનું પણ નામ આવશે તેની તપાસ કરાવીશું.અલીયેવે હજી સુધી આ બાબત પર ટિપ્પણી જ કરી નથી. આ લીક થયેલા નાણાકીય ડેટાને પેન્ડોરા પેપર્સનું નામ આપવામાં આવ્યું છે. તેનું પ્રકાશન ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ્‌સ અને તેના મીડિયા પાર્ટનર્સ દ્વારા કરવામાં આવ્યું છે. તેમાં બ્રિટનના ગાર્ડિયન ન્યૂુઝપેપર અને બીબીસીનો સમાવેશ થાય છે. ટ્રાન્સપેરન્સી ગુ્રપ ગ્લોબલ વિટનેસે ૨૦૧૯માં જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં ૮૭,૦૦૦ પ્રોપર્ટીઓ ટેક્સ હેવન્સમાં નોંધાયેલી અનામી કંપનીઓની છે. આમાની ૪૦ ટકા પ્રોપર્ટીઓ તો લંડનમાં છે. આ સંપત્તિઓનું જ કુલ મૂલ્ય ૧૦૦ અબજ પાઉન્ડ (૧૩૫ અબજ ડોલર)થી વધારે થાય છે.

Pandora-Papers-2021-Image.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *