Gujarat

પે.સેન્ટર શાળા નંબર ૧ સાવરકુંડલાના બાળકોએ વેસ્ટ માંથી બેસ્ટ પ્રવૃત્તિ કરી શાળા પરિસરને દિપાવ્યું.. સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણ અંગેની સમજ બાલ્યકાળમાં શાળામાં જ દ્ર્ઢ બને છે.. કોઈ પણ વસ્તુ નકામી નથી જરૂર છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની દ્રષ્ટિ કેળવવાની.. 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
 સ્વચ્છતા અભિયાન તેમજ પર્યાવરણ પ્રયોગશાળા અંતર્ગત ધોરણ-૭ અને ૮ ના બાળકો એ પ્લાસ્ટિકની વેસ્ટ બોટલ કટિંગ કરી યોગ્ય આકાર આપી છોડ વાવી એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે રંગબેરંગી બોટલ ના છોડ કોઈના મનમોહી લે તેવા આકર્ષક લાગે છે બાળકોમાં પર્યાવરણની જાળવણીના સંસ્કાર નાનપણથી દ્રઢ થાય તો તેનો લાભ અમૂલ્ય છે બાળકો એ ખરેખર આ અનુપમ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
  શાળામાં પર્યાવરણ પ્રયોગશાળાના સંચાલક શ્રી હિતેશભાઈ જોશી તેમજ સ્વચ્છતા અભિયાનના કોડિનેટર શિલ્પાબેન દેસાઈ ના સહિયારા પ્રયત્નો માર્ગદર્શન હેઠળ બાળકોએ આ સુંદર મજાની કૃતિ તૈયાર થયેલ છે .ધોરણ ૬ થી ૮ ના ઉપરના પરિસરમાં  પ્રવેશતા જ મન આનંદસભર થઈ જાય છે તેવી લાગણી વિદ્યાર્થીઓએ વ્યક્ત કરેલ આચાર્ય શ્રી મહેશભાઈ જાદવ એ બાળકોને અભિનંદન આપી બિરદાવેલ

IMG-20211211-WA0122.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *