રાજકોટ
રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુ પણ જસદણ-વીંછિયા પંથકમાં ઓછા વેક્સિનેશનને લઈને દોડી ગયા હતા. તેઓએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરની સાથે-સાથે જિલ્લામાં વેક્સિનેશન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. જિલ્લામાં પ્રથમ ડોઝનું ૯૭.૩% વેક્સિનેશન પૂર્ણ થયું છે. વીંછીયા, જસદણ અને ધોરાજીમાં હાલ લોકોમાં ગેરસમજને કારણે વેક્સિનેશન ઓછું છે. સાથે જ બીજા ડોઝની વાત કરીએ તો બીજા ડોઝમાં ફક્ત ૬૦ ટકા આસપાસ જ વેક્સિનેશન થયું છે. હાલ કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે અને તેને જ લઈને વેક્સિનેશનની કામગીરી ઝડપભેર કરવા જિલ્લા વહીવટી તંત્ર કાર્ય કરી રહ્યું છે. કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, આ સાથે જ લઘુમતિ સમાજમાં વેક્સિનને લઈને કેટલીક ગેરમાન્યતાઓ જાેવા મળી હતી. જેને પગલે મસ્જિદ તેમજ દરગાહોમાં ખાસ મુલાકાત કરી હતી. આ સાથે જ મૌલવીઓ સાથે બેઠક યોજી વેક્સિનેશનનાં કેમ્પોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને ટૂંક સમયમાં આ તમામ તાલુકાઓમાં વેક્સિનેશનની કામગીરી પૂર્ણ કરીને રાજકોટ જિલ્લામાં ૧૦૦ ટકા રસીકરણનો લક્ષ્યાંક હાંસિલ કરી લેવા માટે કામગીરી ચાલી રહી છેરાજકોટ જિલ્લામાં વેક્સિનેશનની કામગીરી પૂરપાટ ઝડપે ચાલે તો છે પરંતુ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા કુંવરજી બાવળિયાના મત વિસ્તાર જસદણ-વીંછિયામાં જિલ્લાનું સૌથી ઓછું વેક્સિનેશન થયું છે. લોકોમાં અંધશ્રદ્ધા ખરી જ, કોરોના રોગની ગંભીરતા જે પ્રકારે લેવાવી જાેઈએ પ્રકારે કોઈ લેતા નથી.ઓછું શિક્ષણ અને જાગૃતિનો અભાવ પણ જાેવા મળે છે. પાટીલ સાહેબે ચૂંટણીકાર્ડના આધારે કોણ વેક્સિન લેવામાં બાકી છે તેને શોધવા અને તેઓને વેક્સિન અપાવવા સૂચના આપી છે. ઉલ્લેખનીય છે કે, કુંવરજી બાવળિયા ૧૯૯૫થી ૨૦૦૯ સુધી જસદણ-વિંછીયાના ધારાસભ્ય રહ્યા છે અને ૨૦૦૯થી ૨૦૧૪ સુધી સંસદ સભ્ય અને ત્યાર બાદ ૨૦૧૭થી અત્યાર સુધી ધારાસભ્ય પદે રહ્યા છે. આમ તેઓ ૧૮ વર્ષથી ધારાસભ્ય રહેલા હોવાછતાં સાક્ષરતા મામલે તેમનો મત વિસ્તાર હજુ પણ પછાત છે. માત્ર એટલું જ નહીં, મ્.જીઝ્ર બીએડ એવા એવા બાવળિયા વિછીંયાની અજમેરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે. બાવળિયાએ વધુમાં જણાવ્યું હતું કે, અનેક કેમ્પમાં હું જાતે ગયો હતો. પાટીલ સાહેબ સાથે કોન્ફરન્સ થઈ હતી અને તેઓએ પણ સૂચના આપી કે બુથ વાઇઝ કાર્યકરોની ટીમ બનાવો અને જે વ્યક્તિ બાકી છે તેનો સર્વે કરો. હવે જસદણ અને વીંછિયા તાલુકાના બુથ વાઇઝ ડેટા એકઠો કરી આરોગ્ય અને અમારી ટીમ સાથે મળી આ દિશામાં મહેનત કરીશું. અંધશ્રદ્ધા દૂર કરવા ભુવાનો સાથ લેવો જાેઈએ કે નહીં પરંતુ હાલ ચૂંટણીકાર્ડના આધારે બાકી લોકોને શોધી વેક્સિનેશન લેવા સમજાવી તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છીએ. આરોગ્ય ટીમની કામગીરીમાં ક્યાંય કચાશ જાેવા મળી રહી નથી. લોકો જ વેક્સિન લેવાની ના પાડે તો તેમાં આરોગ્ય ટીમ પણ શું કરી શકે. અમારી ટીમ પણ વેક્સિન લેવા લોકોને સમજાવી રહી છે.


