(પોલીસ સમર્થનમાં સ્થાનિકો એ હાઇવે બઁધ કર્યોં)
ધ્રાંગધ્રા :
રાજ્યમાં જગ્યાએ જગ્યાએ પોલીસ દ્વારા પોતાના પડતર પ્રશ્નો સાથે પગાર વધારા બાબતે મહાઆંદોલન શરુ છે તયારે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ મધ્યે આવેલા સીતાપુર ગામમાં લોકો દ્વારા પોલીસ ની માંગણીઓના સમર્થનમાં હાઇવે બ્લોક કરવાની ઘટના સોમવારે મોડી સાંજે બની હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર ખાતે આંદોલનકારી પોલીસ જવાનો ની ધરપકડ બાદ મામલો વધુ બિચક્યો હતો અને રાજ્યભરમાં પોલીસ ની માંગણીઓના સમર્થનમાં લોકો દ્વારા દેખાવ કરવામાં આવ્યા હતાં જેમાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર ને જોડતા મુખ્ય રોડ ઉપર પણ સીતાપુર ગામે વાહનો ને રોકવામાં આવ્યા હતાં. સમર્થકો દ્વારા હાઇવે બંધ કરતાં ની સાથે જ વાહનો ની લાંબી લાઈનો જોવા મળી હતી અને રાહદારીઓ અટવાયા હતાં જો કે વાહનવ્યવહાર રાબેતા મુજબ શરુ કરવા સ્થાનિક પોલીસ તત્કાલ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને લોકો ને સમજાવીને ચક્કાજામ ને વિખેર્યો હતો. પોલીસ સામાજિક રક્ષણ માં મહત્વનો ભાગ ભજવતી હોઈ અનેક લોકો પોલીસ ની ખંત, માહેનત અને ધગસ ને આવકારતા હોય છે જેનો નાનકડો પરચો પોલીસ મહાઆંદોલન નાં સમર્થનમાં જોવા મળ્યો હતો.
