Gujarat

પોલીસ ભરતીમાં આવનારા ઉમેદવારો માટે ગોંડલ પાલિકા દ્વારા રહેવાની સગવડ આપવામાં આવશ

ગોંડલ
પોલીસ ભરતીની પ્રક્રિયા ૩ ડિસેમ્બરથી શરૂ કરીને ૨૯મી જાન્યુઆરી સુધી ચાલવાની છે, જેમાં ઁજીૈં અને ન્ઇડ્ઢના મહિલા અને પુરુષ બંનેની અલગ અલગ પરીક્ષા યોજાશે. બે મહિના સુધી ચાલનારી આ ભરતી પ્રક્રિયામાં ગોંડલમાં જીઇઁહ્લ ગૃપ-૮, કોટડા સાંગણી રોડ પરના મેદાનમાં શારીરિક કસોટી યોજાવાની છે. જેમાં મોટી સંખ્યામાં યુવાઓ ભાગ લેવાના છે. એવામાં ગોંડલ પાલિકા દ્વારા શેલ્ટર હોમમાં આ ઉમેદવારો માટે નિઃશુલ્ક રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ૪૦૦ જેટલા યુવાનો રાતવાસો કરી શકશે. અહીં પીવાના પાણીની, ન્હાવા માટે ગરમ પાણીની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્‌વીટ કરીને ગોંડલ પાલિકા દ્વારા પોલીસ ભરતીમાં આવતા યુવાનો માટે રહેવાની વ્યવસ્થા કરી છે તેવી વ્યવસ્થા રાજ્યમાં અન્ય ૧૪ જગ્યાએ કરવા માટે નગરપાલિકાઓ તથા સ્વૈચ્છિક સંસ્થાઓને વિનંતી કરી છે. જેથી કરીને અહીં પરીક્ષા આપવા માટે આવનારા ઉમેદવારોને મદદ મળી શકે. રાજ્યમાં પોલીસ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં ઁજીૈં અને ન્ઇડ્ઢની ૧૧ હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવી રહી છે. રાજ્યના ૧૫ સ્થળોએ ૩ ડિસેમ્બરથી આ પરીક્ષા શરૂ થશે. જાેકે ભરતી માટે સવારે ૬ વાગ્યાથી પરીક્ષા શરૂ થવાની હોવાથી ઉમેદવારોને રાત્રિ રોકાણમાં સમસ્યા સર્જાઈ શકે તેમ છે. ભરતીની શારીરિક કસોટી માટે એક સ્થળ ગોંડલમાં પણ આપવામાં આવ્યું છે. ગોંડલ પાલિકા દ્વારા ભરતીમાં ઉમેદવારોને મદદ માટે સેલ્ટર હોમ ખુલ્લુ મૂકી દીધું છે.

Arrangements-were-made-to-stay-in-a-shelter-home.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *