ભારત દેશના પનોતા પુત્ર અને જ્ઞાની પુરુષ અખંડ ભારતના સ્વપ્ન દ્રષ્ટા સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી નિમિત્તે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ભારતીય જનતા પાર્ટી પ્રાંતિજ મંડલ સભ્યો દ્વારા માજી શિક્ષણ પ્રધાન અને ગુજરાત રાજ્યના ભારતીય જનતા પાર્ટીના પૂ.ઉપપ્રમુખ શ્રી જયસિંહજી ચૌહાણની ઉપસ્થિતિમાં સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી સ્વામીજી ની પ્રતિમા ને પુષ્પમાળાઓ અર્પણ કરી તેમના જીવન ઝરમર ની ઝાંખી કરાવી તેમજ સ્વામીજી તૂમ અમર રહો ના નારા અને જયઘોષ સાથે ઉજવણી કરવામાં આવી હતા.
સરકારના પ્રવર્તમાન સ્થિતિ ના નિતિ નિયમોનુ ચૂસ્ત પાલન અને સમય પ્રમાણે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જયસિંહ ચૌહાણ દ્વારા સ્વામીજીનો ત્યાગ જ્ઞાન અને દેશની અખંડિતતા માટે ની વિચારધારા તેમના પુસ્તકોની રસભર માહિતી મંડલ કાર્યકરોને માહિતી આપવામાં આવી હતી.આ પ્રસંગે શહેર પ્રમુખ નિત્યાનંદ બહ્મભટ્ નગરપાલિકાના પ્રમુખ દિપકભાઈ કડીયા ગીતાબેન પટેલ.. તાલુકાના ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ.યુવા મોરચાના પ્રમુખ વિપુલભાઈ શર્મા સલાલ વારા તેમજ નિર્ભયસિહ રાઠોડ માંડલના તમિમ સભ્યો ભાજપ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીજીની પ્રતિમાના વંદન કરી પુષ્પમાળાઓ અર્પણ કરી હતી.
