Gujarat

બંગાળ: CM મમતા બેનરજીના ઘરમાં બળવો! ભાઇના BJPમાં જોડાવાના સંકેત

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા મુખ્યમંત્રી મમતા બેનરજીના પરિવારમાં બળવો જોવા મળી રહ્યો છે. TMCના પ્રમુખના ભાઇ કાર્તિક બેનરજી સતત મીડિયામાં વંશવાદનું રાજકારણ ખતમ કરવા પર ભાર આપતા રહ્યા છે, તેમણે રાજકારણમાં આવવાના સંકેત પણ આપ્યા છે. કાર્તિક બેનરજીએ કહ્યુ- જેમાં કાબેલિયત છે તેને જ રાજકારણમાં આવવુ જોઇએ. હું મમતા બેનરજીનો ભાઇ છું, જે સારૂ છે તેને જ પસંદ કરવો જોઇએ.

મમતા બેનરજીના ભાઇને એમ પૂછવામાં આવ્યુ કે શું તમે ભાજપમાં સામેલ થશો? જવાબમાં કહ્યુ- સરકાર આવશે અને જશે. ભાજપ આવશે અને કોઇ આવશે. અમને ઋષિ મુનિએ જે કહ્યુ નેતાજી, સુભાષ ચંદ્ર બોસ, સ્વામી વિવેકાનંદ, રવીન્દ્રનાથ ટાગોર અથવા જે આદર્શ છે, આપણે તેમના પથનું સ્મરણ કરવુ પડશે. કાર્તિક બેનરજીએ કહ્યુ કે, રાજ્યમાં બહારના વર્સિસ બંગાળનો કોઇ મુદ્દો નથી. શું તમે ભાજપમાં સામેલ થશો? જવાબમાં તેમણે કહ્યુ કે કોઇ પણ પાર્ટીમાં સામેલ થઇ શકુ છું.

મહત્વપૂર્ણ છે કે તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહના બંગાળ પ્રવાસ પર ટીએમસીના દિગ્ગજ નેતા શુભેંદુ અધિકારી સહિત કેટલાક ધારાસભ્ય ભાજપમાં જોડાયા હતા. અધિકારી મમતા સરકારમાં મંત્રી હતા અને ટીએમસીમાંથી રાજીનામુ આપી ભગવા દળમાં સામેલ થયા હતા. આ રીતે વર્ધમાન પૂર્વ લોકસભા બેઠક પર 2 વખતના સાંસદ અને ટીએમસીના નેતા સુનીલ મંડલ પણ ભાજપમાં જોડાયા હતા. અમિત શાહની રેલીમાં ટીએમસીના ધારાસભ્ય બનશ્રી મૈતી, શીલભદ્ર દત્તા, બિસ્વજીત કુંડૂ, શુક્ર મુંડા અને સૈકત પાંજા પણ ભાજપમાં સામેલ થયા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *