નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરીએ નાણાકીય વર્ષ 2021-22 માટે સામાન્ય બજેટ રજૂ કર્યો છે. આ નરેન્દ્ર મોદી સરકારનો બજેટ છે તો અમારા કેટલાક અનુમાન સાચા હોઈ શકે છે અને કેટલાક ખોટ, સાથે જ ચોંકાવનાર વાતો પણ છે. સૌથી વધારે ચૌંકાવનાર વાત તે છે કે, આ બજેટ અત્યાર સુધીના બજેટની સરખામણીમાં ખુબ જ મેચ્યોર અને થોડો ટ્રાન્સપેરેન્ટ છે. બજેટ મૂળ રૂપથી પોલિટિકલ ડોક્યુમેન્ટ છે અને તેમાં ઘનઘોર રીતે પોલિટિક્સ કરવામાં આવી છે. જોકે, આ બજેટથી શેર માર્કેટમાં તેજી જોવા મળી રહી છે અને માર્કેટ એક્સપટર્સે આને 10માંથી 8 નંબર આપ્યા છે.
ડાયરેક નહીં, ઈનડાયરેક્ટ રીતે સરકાર લાવી ટેક્સ
માર્કેટ અને બિઝનેસને ડર હતો કે, સરકાર કોઈ ડાયરેક્ટ ટેક્સ ના લાવે. પરંતુ માર્કેટમાં ઈનડાયરેક્ટ રીતે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. કેટલાક સામાન પર કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી અને તેની જગ્યાએ એગ્રીકલ્ચર ઈન્વેસ્ટમેન્ટ ડેવલપમેન્ટ ફંડ સેસ લગાવી દેવામાં આવ્યું છે.
આ સેસના દાયરામાં મોંઘી દાળો, આલ્કોહોલ અને પેટ્રોલ-ડીઝલ જેવી ચીજ-વસ્તુઓ છે. નિર્મલા સીતારમણે સફાઈ આપી છે કે, આની ગ્રાહક પર અસર પડશે નહીં, પરંતુ એક્સપર્ટ્સ માને છે કે, કેટલાક સમય પછી ચીજો-વસ્તુઓના ભાવ વધશે અને મોંઘવારી ચર્ચાનો વિષય બનશે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ભાર
મોદી સરકારે બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ખુબ જ ભાર આપ્યું છે અને તેમાં શહેરી અને ગ્રામીણ બંને ક્ષેત્રો પર ધ્યાન આપવાની કોશિશ કરવામાં આવી છે.
તે ઉપરાંત ડેવલપમેન્ટ ફાઈનાન્શિયલ ઈન્સ્ટીટ્યુશન (DFI) બનાવવામાં આવશે, જેમાં સરકાર 20,000 કરોડ નાંખશે અને 5 લાખ કરોડની પૂંજી બહારથી ભેગી કરવામાં આવશે. સાથે જ વર્તમાન પ્રોજેક્ટ્સમાં પણ તેજી લાવવાની વાત કહેવામાં આવી છે.
પરંતુ દેશમાં સમસ્યા નીતિ લાગૂ કરવા સંબંધિત રહે છે. સરકારનો દાવો છે કે, આના દ્વારા તેઓ નોકરીઓ પેદા કરશે પરંતુ જો આ વ્યવસ્થિત રીતે લાગું કરવામાં આવશે નહીં તો સરકારના દાવાઓ ઉપર પ્રશ્ન ઉભા થઈ શકે છે.
બેન્કિંગ સેક્ટરમાં સ્પષ્ટતા માટે એક એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને બનાવવાની વાત કરવામાં આવી છે. આ કંપની PSU બેંકોના ખરાબ એસેટને લઈ લેશે. આનો અર્થ તે કે, બેંકોની ખરાબ બેલેન્સશીટને ઠિક કરવાની જવાબદારી આની રહેશે.
વિનિવેશનું મોટુ લક્ષ્ય
બજેટમાં સરકારે આગામી ત્રણ વર્ષ માટે પોતાના વિનિવેશના કાર્યક્રમ વિશે જાણકારી આપી છે. સરકારનું કહેવું છે કે, આ વર્ષે ઓછામાં ઓછા બે સરકારી બેંકો અને એક સાધારણ વિમા નિગમમાં વિનિવેશ કરવામાં આવશે.
સરકાર ઈચ્છે છે કે, ડાયરેક્ટ ટેક્સ રેવેન્યૂની જગ્યાએ નોન-ટેક્સ રેવેન્યૂ દ્વારા તેઓ આટલા પૈસા ભેગા કરી લે, જેનાથી નોમિનલ ગ્રોથના લગભગ 14 ટકાના ટારગેટ સામે તેઓ 16 ટકાનું રેવન્યૂ વધારી શકે છે.
ફોકસ કઈ વાત પર છે?
કેન્દ્ર સરકારનો બધો જ ફોક્સ તે વાત પર છે કે, જો લોકોને ડાયરેક્ટ પૈસા આપી રહ્યાં નથી જેનાથી કે કંજમ્પ્શન (વપરાશ) વધી જશે અથવા ડાયરેક્ટ નોકરી મળી રહી નથી, તો ઈન્ડાયરેક્ટ રીતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા પસંદ કરવાનો રસ્તો પસંદ કરવામાં આવ્યો છે.
ગરીબોની વધેલી સંખ્યા ઓછી કરવા અને ઝડપી નોકરીઓ આપવાના મામલામાં આ બજેટ ગેમ્બલર લાગે છે.


