Gujarat

બદલતાં હાઈટેક યુગમાં આ મૂડીવાદી અર્થવ્યવસ્થામાં અમીરી ગરીબી વચ્ચેની ખાઈ હરપળ ઊંડી થતી જોવા મળે છે.. જેમ પંચાયતની ચૂંટણીમાં ગામ સમરસ બને છે તેવી રીતે આ આર્થિક વ્યવસ્થા પણ સમરસ ન થઈ શકે?? 

સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————
એક તરફ ભવ્યાતિભવ્ય ધાર્મિક, સામાજિક અને રાજકીય મેળાવડાની વેળા અને બીજી તરફ પોતાનાં બાળબચ્ચાનું ભરણપોષણ માટે ઝઝૂમતો સમાજનો એક વર્ગ. આ અમીરી ગરીબી વચ્ચે વધતી જતી ખાઈ ખરેખર ખૂબ ઊંડી થતી જતી જોવા મળે છે. પ્રસ્તુત તસવીરમાં સાવરકુંડલા શહેરમાં જ ખૂમારીપૂર્વક પોતાના કુટુંબનાં ગુજરાન માટે વિપરીત પરિસ્થિતિમાં ઝઝૂમતી આ મહિલા પોતાનાં વહાલસોયાનાં ભવિષ્ય માટે સતત ચિંતિત છે. એને તો જ્યાં જગ્યા મળી ત્યાં જ દુકાન..ટાઢ તડકો વરસાદ વગેરે જેવાં કુદરતી પરિબળો અને ગરીબી નાબૂદી માટે સંઘર્ષ કરતી એ મહિલા પણ ઘણું કહી જાય છે…એક સવાલ મનમાં અવશ્ય ઊઠે છે. કે જેમ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સમરસ ગામ જાહેર થાય છે તેમ આ અમીર ગરીબની ઘટમાળ શું સમરસ ન થઈ શકે??

Screenshot_20211210-163749_WhatsApp.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *