Gujarat

બનાસકાંઠા જિલ્લાના ઉમેદવારો માટે જિલ્લામાં ૧૯ સ્થળો ફાળવાયા

અમદાવાદ
રાજ્યના છેવાડાના ઉમેદવારો પોલીસમાં લાગી શકે તે માટે પોલીસ વિભાગ દ્વારા પણ ઉમેદવારોને શક્ય તેટલી મદદ કરવામાં આવી રહી છે. શનિવારે અમરેલીમાં ૬ જગ્યાઓ પર પોલીસે મેદાન ફાળવ્યા હતા. જ્યારે રવિવારે પણ પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં પોલીસના મેદાનો ફાળવાયા હતાગુજરાત પોલીસમાં ૧૦,૪૫૯ જેટલી લોકરક્ષક (ન્ઇડ્‌ઢ) કેડરની ભરતી માટે ૯.૪૬ લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ૬.૯૨ લાખ પુરુષ અને ૨.૫૪ લાખ મહિલાની અરજીઓ કન્ફર્મ થઈ છે. ન્ઇડ્‌ઢ ભરતીની તૈયારી માટે ઉમેદવારો ખેતરો, મેદાનો, બગીચા તથા રોડ પર પણ દોડની તૈયારી કરતા જાેવા મળી રહ્યા છે. બીજી તરફ વધુમાં વધુ લોકોને ભરતી માટે તૈયારી કરવા સુવિધા મળે તે હેતુથી પોલીસના મેદાનો આપવામાં આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ પણ ઉમેદવારોની મદદ માટે આગળ આવી છે. બનાસકાંઠામાં પોલીસના મેદાનો સહિત કુલ ૧૯ જગ્યાએ ઉમેદવારોને દોડવા મેદાન અપાયા છે.ર્ ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલે ટ્‌વીટ કરીને આ વિશે જાણકારી આપી છે. જેમાં બનાસકાંઠામાં પોલીસ હેડક્વાર્ટર, સ્કૂલ ગ્રાઉન્ડ, ક્લબના ગ્રાઉન્ડ સહિતના મેદાનો ઉમેદવારોને પ્રેક્ટિસ માટે ફાળવાયા છે. આ ૧૯ જેટલા મેદાનોમાં હાલમાં ૧૬૦૦થી પણ વધારે ઉમેદવારો સવાર-સાંજ દોડની પ્રેક્ટિસ કરી રહ્યા છે. ઉમેદવારોને મદદ માટે કોઈએ પોતાનું ખેતર તો કોઈએ હાઈસ્કૂલના મેદાનને પ્રેક્ટિસ માટે ફાળવી દીધું છે. નોંધનીય છે કે ગઈકાલે જ ખેડા જિલ્લામાં સાત જગ્યાઓ પર પોલીસ ભરતીના યુવાઓ માટે તાલીમ શરૂ કરાઈ હતી. બીજી તરફ પોરબંદર જિલ્લા પોલીસ હેડ ક્વાર્ટર મેદાન પણ યુવાનોને ભરતીની તૈયારી માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *