બહુરૂપી, નટબજાણીયા (દોરડા ઉપર ચાલતા કલાકારો) તથા ભવાઈ ક્ષેત્રના કલાકારોને પ્રોત્સાહિત કરવા સહાય આપવા અંગેની યોજના અંતર્ગત સહાય મેળવવા ઇચ્છુક જામનગર જિલ્લાના બહુરૂપી, નટબજાણીયા કલાકારો તેમજ ભવાઈ નાટ્યમંડળીઓએ રજાના દિવસો સિવાય કચેરીના કામકાજના કલાકો દરમિયાન સંબંધિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી અથવા કચેરીની વેબસાઈટ http://www.commi-synca.gujarat.gov.in પરથી અરજીફોર્મ મેળવીને નિયમોનુસાર ભરીને તા. ૩૦/૧૧/૨૦૨૧ સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, જામનગરને મોકલી આપવાના રહેશે.
નિયત સમયમર્યાદામાં મળેલ અરજીપત્રકો જિલ્લા યુવા વિકાસ અધિકારી મારફત ચકાસણી કર્યા બાદ કાર્યક્રમ ફાળવવા સંબંધે આખરી નિર્ણય કરવામાં આવશે. આ અંગે વધુ માર્ગદર્શન માટે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવે છે.
દિવ્યા ત્રિવેદી
