Gujarat

બાયપાસ બ્રિજ નીચેથી સગીરાની સળગેલી હાલતમાં લાશ મળતા મહેસાણા પોલીસે તપાસનું ધમધમાટ ચાલુ કર્યો

મહેસાણા
મહેસાણાના નુગર બાયપાસ પાસે કરશનપુરા પાટિયા બ્રિજ નીચે આજે બપોરે એક વાગ્યાના અરસામાં મહેસાણા હાઇવે ટ્રાફિક પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન છજીૈં મહેન્દ્રભાઈને સગીરાની લાશ નજરે પડતા તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. જેથી પોલીસ કાફલો અને મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને આગળની તપાસ હાથ ધરી હતી. મહેસાણા નુગર બાયપાસ પાસે આવેલા બ્રિજ નીચે આવેલી જાળીઓમાંથી એક સગીરાની અર્ધ સળગેલી હાલતમાં લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ મહેસાણા તાલુકા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી તપાસનો દોર શરૂ કર્યો હતો. આશરે ૧૫ વર્ષીય અજાણી સગીરાની સળગેલી હાલતમાં લાશ મળી આવતા આસપાસ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. સગીરાના હાથમાં એક મ્ લખેલી વીંટી અને ઘડિયાળ પહેરેલી જાેવા મળી હતી. જાેકે, મૃતક સગીરા કયા વિસ્તારની છે અને અહીંયા આ પ્રકારે કોણ ફેંકી ગયું કે અહીંયા જાળીઓમાં સગીરાને સળગાવી દેવામાં આવી. તે તપાસ પોલીસ કરી રહી છે

Sagiras-body-was-found.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *