( તાલુકા શિક્ષણ અધિકારી ગઢવી, કો ઓર્ડીનેટર ઘનશ્યામભાઈ અને શિક્ષકો ની જહેમત )
ધ્રાંગધ્રા :
હમણાં હાલમાં જ દેશ ની આઝાદી નાં 75 વર્ષ ની ઉજવણી સ્વરૂપે સમગ્ર દેશમાં સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરાયા હતાં. આઝાદી કા અમૃતોત્સવ નિમિતે વિદ્યાર્થીઓ, યુવાનો, વિવિધ પ્રશાસન સૌ કોઈ દેશની આઝાદી નાં આ વર્ષ ને એક યાદગાર વર્ષ બનાવી શકે એ રીતે સહભાગી બનવા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે.
ધ્રાંગધ્રા શહેર માં બી. આર. સી ભવન ખાતે તાલુકા ની વિવિધ સ્કૂલ નાં વિદ્યાર્થીઓ ની કલા પ્રવૃત્તિ બહાર આવે અને શિક્ષણ સાથે અન્ય ઈત્તર પ્રવૃત્તિ થકી એમનામાં નિખાર આવે એ હેતુ થી આઝાદી કા અમૃતોત્સવ પર્વ નિમિતે એક તાલુકા કક્ષાના કલા પ્રદર્શન નું આયોજન કરાયું હતું.
તાલુકા ની તમામ સ્કૂલના બાળકો એ પોતાની રુચિ મુજબ નાં ક્ષેત્ર માં સહભાગી બનીને આ કાર્યક્રમ ને વિશેષ બનાવ્યો હતો. ચિત્ર સ્પર્ધા, કાવ્ય ગાન, નિબંધ સ્પર્ધા અને વકૃત્વ સ્પર્ધા જેવી વિવિધ રચનાત્મક કલાઓ માં પ્રથમ, દ્રિતીય અને તૃતીય આવનાર વિધાયર્થીઓને રોકડ પુરસ્કાર અને પ્રોત્સાહક ઇનામ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
તાલુકા કક્ષા બાદ વિજેતા તમામ વિદ્યાર્થીઓ ધ્રાંગધ્રા નું નામ રોશન કરવા જિલ્લા કક્ષાના કલા મહોત્સવ માં પોતાની કલા નાં ઓજસ પાથરશે. આ પ્રકારનાં કાર્યક્રમો શિક્ષણ જગત માં વિદ્યાર્થીઓ નાં ભાવિ ઘડતર ને એક સુનિશ્ચિત પાયો બનાવતા હોય છે. આ કાર્યક્રમ ને સફળ બનાવવા તાલુકા શિક્ષણ અધિકારી ગઢવી નાં માર્ગદર્શનમાં બી.આર. સી ભવન નાં કો ઓર્ડીનેટર પાનકુટા અને અન્ય શિક્ષણગણે ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ : હિતેશ રાજપરા


