નવેમ્બર,મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ૨૦૨૨ અંતર્ગત મતદાર યાદીમાં નવું નામ ઉમેરવા, કમી કરવા તથા મતદારયાદીમાં દર્શાવેલ નામમાં ક્ષતી હોય તો સુધારા કરવા અંગેનાં ખાસ ઝુંબેશનાં દિવસોની તા.૧૪/૧૧/૨૦૨૧, તા.૨૧/૧૧/૨૦૨૧, તા.૨૭/૧૧/૨૦૨૧ અને તા.૨૮/૧૧/૨૦૨૧ નકકી થઈ આવેલ છે. આ સમયગાળા દરમ્યાન અરજદારશ્રીઓ પોતાનું નામ મતદારયાદીમાં છે કે કેમ? તેની ખરાઈ કરવા તેઓ પોતાનાં મતદાનમથકની મુલાકાત લઈ ખાત્રી કરી શકે છે. જેનાં અનુસંધાને વધુમાં વધુ લોકો તા.૧૪/૧૧/૨૦૨૧ ના રોજ મતદારયાદીમાં તેમનું નામ ઉમેરવા–સુધારો કરવા તેમનાં મતદાન મથક ખાતે અને ઉપસ્થિત રહેનાર તેમનાં બી.એલ.ઓશ્રીની મુલાકાત લઇ મતદાર યાદીમાં જરૂરી સુધારાઓ કરાવી શકે તે માટે૭૯–જામનગર દક્ષિણ વિધાનસભાનાં તમામ મતદારોને અનુરોધ કરવામાં આવે છે.
