Gujarat

બેકાબુ બનીને ફૂલ સ્પીડમાં કાર ચલાવવાની લ્હાયમાં યુવાન પોલીસકર્મીનો પરિવાર ઉજળ્યો.

ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ ઉપર ગત 13 ઓક્ટોમ્બરના રોજ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક પોલીસકર્મી અને અન્ય 2 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતાં.જેમાં અતિ નાજુક હાલતમાં જીવન માટે 6 દિવસ સુધી સંઘર્ષ કર્યા બાદ હોનહાર પોલીસ જવાન નું કરુણ મૃત્યુ થયું હતું. ધ્રાંગધ્રા શહેરમાં ટોક અપ ઘી ટાઉન બનેલ આ કિસ્સામાં ધ્રાંગધ્રા શહેરના ગીચ વિસ્તાર હળવદ રોડ ઉપર નવરાત્રી જેવા સમયે જયારે લોકોની મોડી રાત સુધી અવરજવર જોવા મળતી હોય છે તયારે એક બેકાબુ યુવાન કાર ચાલક શાહરુખ અનવર જામે માત્ર ઇન્સ્ટાગ્રામમાં લાઈવ વિડિઓ મુકવાની લ્હાયમાં બેજવાદાર બનીને પોતાની પજેરો કાર ફૂલ સ્પીડે ચાલવતા તે એક અન્ય આઈ-20 કાર નાં પાછળના ભાગે અથડાઈ હતી.
આ અકસ્માત બાદ માનવતા નેવે મૂકી કાર ચાલક ફરાર થઈ ગયો હતો પણ અકસ્માત માં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ પંકજભાઈ વાઘેલા અને તેમના બે સાથી મિત્રો ને ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડાયા હતાં. જેમાં પોલીસ જવાન પંકજભાઈ વાઘેલા અતિ નાજુક હાલતમાં 6 દિવસથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હતાં જ્યાં સોમવારે મોડી સાંજે તેમનું અવસાન થયેલ હતું.
આ દુઃખદ જાણ થતાં સમગ્ર ધ્રાંગધ્રા પંથક અને પોલીસ બેડામાં શોક સાથે સોંપો પડી ગયો હતો.
ઉલ્લેખનીય છે કે એક્સિડન્ટ કેસમાં અજાણતા શબ્દ પ્રયોગથી દોષિતો બચી જતાં હોય છે.
પરંતુ, ગેરજવાબદાર અને અન્ય સામાજિક વ્યવસ્થાની પરવાહ કર્યા વિનાં સારા સંસ્કાર વગર બગડેલા આજકાલનાં યુવાનો માટે એક્સિડન્ટ કેસમાં કોર્ટ ગંભીર બને તે પણ જરૂરી બન્યું છે.
રિપોર્ટ : હિતેશ રાજપરા

IMG_20211019_170351.JPG

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *