રાજકોટ
આજે યોજાયેલી ચૂંટણીનું આવતીકાલે (૬ ઓક્ટોબરે) પરીણામ જાહેર થશે.સવારે ૯ વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને બપોરે ૧૧ વાગ્યા સુઘીમાં માર્કેટીંગ યાર્ડની સત્તા સ્થાને કોણ બિરાજમાન થશે તેનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે.આ વખતની યાર્ડની ચૂંટણીમાં પરસોત્તમ સાવલિયા સિવાય ખેડૂત વિભાગના બંન્ને પક્ષોના ઉમેદવારો નવા છે ત્યારે ચેરમેન પદ તરીકે નવા ચહેરાને સ્થાન મળે તેવી પૂરેપૂરી શક્યતા છેરાજકોટના બેડી માર્કેટીંગ યાર્ડની ચૂંટણીનું આજે મતદાન છે.બેડી માર્કેટીંગ યાર્ડની ૧૪ બેઠકો માટે ૩૨ જેટલા ઉમેદવારોનું ભાવિ આજે મતપેટીમાં સીલ થશે અને આવતીકાલે (૬ ઓક્ટોબરે) મત ગણતરી થશે..પ્રથમ વખત સહકારી ચૂંટણીમાં ભાજપ દ્રારા મેન્ડેન્ટ આપીને નામની જાહેરાત કરવામાં આવી છે.સામાપક્ષે ભારતીય કિસાન સંઘ મેદાને છે.જાે કે સહકારી વિભાગની ચૂંટણીમાં જિલ્લા સહકારી બેંક જેમના હસ્તક હોય તેમને ફાયદો થતો હોય છે જેથી જયેશ રાદડિયાની આગેવાનીમાં ભાજપ પ્રેરિત પેનલનો હાથ ઉપર જાેવા મળી રહ્યો છે.જ્યારે વેપારી પેનલની ૪ બેઠકોમાં રસાકસી થાય તેવી પૂરી શક્યતા છે. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે સહકારી ક્ષેત્રમાં છેલ્લા ૩૦ વર્ષથી તેઓ જાેડાયેલા છે.યાર્ડની ચૂંટણીમાં મતદારો મંડળીના સભ્યો હોય છે અને મંડળી સાથે તેમના સબંધો છે જેથી ૯૮ ટકા મતદાન તેના તરફી થશે તેવો દાવો કર્યો હતો.મતદાનના એક દિવસ પહેલા વાયરલ વિડીયોની મતદારો પર કોઇ અસર નહિં થાય અને આ માત્ર મિડીયામાં વિવાદ ઉછાળતા હોવાનો આક્ષેપ કરીને રાદડિયાએ કિસાન સંઘ પર પ્રહારો કર્યા હતા.આ તરફ વેપારી પેનલમાં પાટીદાર અને લોહાણા સમાજનું પ્રભુત્વ છે.પાટીદાર સમાજની પેનલના ઉમેદવાર અતુલ કમાણીએ કહ્યું હતુ કે ભૂતકાળમાં કમિશન એજન્ટના પ્રમુખ તરીકે વેપારીઓના પ્રશ્નોને વાચા આપી છે જેનો લાભ મળશે અને જાે અમારી પેનલનો વિજય થશે તો સત્તાધીશો સાથે મળીને વેપારીઓના પ્રશ્નોને વાચા આપીશું.
