સિડની બાદ ગાબાના દર્શકોની નાપાક હરકત, સિરાજ, સુંદરને કિડા કહ્યા
બ્રિસ્બનઃ ઓસ્ટ્રેલિયામાં ટીમ ઇન્ડિયાને બેવડી સમસ્યાનો સામનો (Siraj Sunadar target) કરવો પડી રહ્યો છે. એક તરફ ખેલાડીઓ ઇજાગ્રસ્ત થઇ રહ્યા છે. તો બીજી બાજુ ઓસ્ટ્રેલિયન પ્રેક્ષકો નાલાયકી પર ઉતરી આવ્યા છે. તેઓ દરેક મેચમાં ભારતીય ખેલાડીઓને ટાર્ગેટ કરી રહ્યા છે.
બ્રિસ્બનમાં ગાબા ગ્રાઉન્ડ પર રમાઇ રહેલી પ્રવાસની ચોથી અને છેલ્લી ટેસ્ટમાં પણ શરમજનક હરકત જોવા મળી. કેટલાક પ્રેક્ષકોએ ઝડપી બોલર મુહમ્મદ સિરાજને એપશબ્દો કહ્યા. કેટલાક દર્શકોએ બીજા બો લર વોશિંગ્ટન સુંદર(Siraj Sunadar target)ને પણ ગાળો આપી.
સિડની મોર્નિંગ હેરાલ્ડના રિપોર્ટમાં એક પ્રેક્ષક કેટના હવાલાથી જણાવ્યું કે તેની પાછળ બેઠેલો એક યુવક વોશિંગ્ટન સુંદર અને સિરાજ બંનેને ‘કીડો’ કહી બોલાવી રહ્યો હતો. તેની શરૂઆત સિરાજથી થઇ હતી. આ ઘટના સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ જેવી જ હતી.
ICCએ ક્રિકેટ એસ્ટ્રેલિયાને પગલાંની સૂચના આપી હતી
અગાઉ સિડનીમાં પણ સિરાજને કેટલા પ્રક્ષકોએ રંગભેદી ટિપ્પણીનો નિશાન (Siraj Sunadar target)બનાવ્યો હતો. જેની ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI)એ ફરિયાદ પણ કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC)તેની સામે ઓસ્ટ્રેલિય બોર્ડ સામે જવાબ પણ માંગ્યો હતો. તેમ છતાં કોઇ ફેર પડ્યો નહીં.
ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્લેજિંગ માટે જાણીતા
નોંધનીય છે કે ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ સ્લેજિંગ (ઉશ્કેરણીજનક હરકત) કરવા માટે જાણીતા છે. આ વખતે ખેલાડીઓની આવી કોઇ હરકત સામે આવી નથી. પરંતુ એ કામ હવે ઓસ્ટ્રેલિયન દર્શકો કરી રહ્યા છે.
સિરાજની ત્રીજી ટેસ્ટ, સુંદરની ડેબ્યુ
મુહમ્મદ સિરાજની આ ત્રીજી જ ટેસ્ટ છે. જ્યારે વોશિંગ્ટન સુંદર પ્રથમ (ડેબ્યુ) મેચ રમી રહ્યો છે. આ બંને બાઉન્ડ્રી પર ફિલ્ડીંગ કરી રહ્યા હતા. ત્યારે દર્શકોએ તેમની સામે અપશબ્દો(Siraj Sunadar target) કહ્યા હતા.
અખબારી રિપોર્ટ મુજબ કેટે જણાવ્યું કે,
- એસસીજી (સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ)ની જેમ જ દર્શકો કે સેરા સેની ધૂન પર શિરાજ શિરાજ બોલાવી રહ્યા હતા. મને શંકા છે કે આ માત્ર સંજોગ નથી કે સિરાજને એસસીજી બાદ નિશાન બનાવવામાં આવી રહ્યો છે. એક વખત તો ભીડમાંથી કોઇ બૂમો પાડી રહ્યો હતો. કે ‘સિરાજ, ગિવ અસ અ વેવ, ગિવ એસ અ વેવ’, સિરાજ યુ બ્લડી ગ્રબ (સિરાજ તુ કિડો છે)
સિરાજ સામે બીજી વખત ટિપ્પણી
મુહમ્મદ સિરાજ સામે બીજી વખત ટિપ્પણી કરવામાં આવી છે. સિડની ટેસ્ટમાં કેટલાક દર્શકોએ સિરાજ અને બુમરાહને ટાર્ગેટ કર્યા હતા. જેના કારણે 15 મિનિટ સુધી રમત પણ બંધ રાખવાની ફરજ પડી રહી હતી. ચોથા દિવસે સુરક્ષા પણ વધારવામાં આવી હતી.
સિડનીની ઘટના (Siraj Sunadar target)ની સિરાજ અને કેપ્ટન રહાણેએ એમ્પાયરને ફરિયાદ કરી હતી. ત્યાર બાદ પોલીસે 6 દર્શકોના એક ગ્રુપને સ્ટેડિયમની બહાર કરી દીધા હતા. બીસીસીઆઇએ મેચ રેફરીને ફરિયાદ કરી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા વંશીય ટિપ્પણી કરનારા સામે કડક કાર્યવાહી કરવાનું વચન આપ્યું હતું પરંતુ કોઇ ફરક દેખાયો નહીં.
SCGમાં આજીવન પ્રવેશ પ્રતિબંધની વાત
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વંશીય ટિપ્પણી કરનારાને SCGમાં આજીવન પ્રવેશ પ્રતિબંધનું વચન આપ્યું હતું. આઇસીસીએ પણ આ ઘટનાની ટિકા કરતા સીએને આ મામલે પગલાં લેવાની સુચના આપી હતી. આ ઘટનાને ભારતીય કેપ્ટન કોહલી ઉપરાંત ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટીમ પેન અને પૂર્વ ખેલાડી જસ્ટિન લેન્જરે પણ વખોડી હતી.