Gujarat

બે વખત પડ્યો ત્રીજી વખત નહીં પડું ઃ અલ્પેશ ઠાકોર

ગાંધીનગર
ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, હું ઠાકોરની ચિંતા કરીશ મારતા દમ સુધી કરીશ. મારે ઠાકોરો માટે જે કરવું પડે તે કરીશ. તેમના વિકાસ માટે જે કરવું પડે તે કરીશ. પણ એટલું ચોક્કસ કહું છું આજે તમને માર્યા પહેલા ઈતિહાસ રચીને જવાનો છું. નબળો નથી થયો, મનથી નથી હાર્યો, મનથી તો મજબૂત છું પણ સમયની રાહ જાેઈશ. સમય પહેલા કઈ નહીં કરું. એક વાર પડ્યો છું, બે વાર પડ્યો છું ત્રીજી વાર ના પડીશ ન પડવા દઈશ, મિત્રો ભરોષો રાખજાે દિલમાં ઈમાનદારી એની એજ છે, ખુમારી એની એજ છે. લાલાશ પણ એની એજ છે. લાલ શર્ટ એટલે જ પહેર્યો છે કે, આ લાલાશ કયારેય ઢીલી નહીં પાડવા દઉ. પણ ક્યારેક એવું થાય છે કે, હમે તો અપનોને લુંટા ગેરો મેં કહા દમથા. ક્યારેક એવું થાય કે આપણા લોકો વાંધા વચકા શોધવા જાય. અલ્પેશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, બધાને ખબર છે કે મારા માટે આ ગરીબો અને આ સમાજ પહેલા છે. જ્યાં અન્યાય થતો હશે, જ્યાં અત્યાચાર થતો હશે ત્યાં બોલવાનો ર્નિભય પણે બોલવાનો. ભય કુદરતે આપ્યો નથી. ગુમાવવાનો ડર નથી મેળવવાની એક લાલસા ૧૦૦% છે કે, જેના ઘરમાં અંધારું છે ત્યાં અજવાળું કરી શકું, જેના ઘરમાં શિક્ષણ નથી ત્યાં શિક્ષણ આપી શકું, જેના ઘરમાં દારુના કારણે કકળાટ થાય છે ત્યાં દારુ છોડાવી શકું, જેના ઘરમાં સુખનો રોટલો નથી આવતો તેના દીકરાને કમાતો કરી શકું. મારે ગામડાઓને સમૃદ્ધ જાેવા છે. ગામડાઓમાં સમરસ જાેવા છે. આવનારી ચૂંટણીમાં ગામડાઓમાં સમરસ પંચાયત બને આ કોઈ પાર્ટીની વિચારધારા નથી એક સમરસ ગામ આપણી વિચારધારા છે. એક ગામમાં તમામ લોકો એકઠા થઇને સુખ અને દુઃખ સાથે ભોગવતા હોય મારી લાલસા એક જ છે. પ્રેમની ભૂખ સાથે નિકળ્યો છું. મને પ્રેમ અને સન્માનથી વધારે કઈ ન ખપે. સન્માન વગર ગાદી પણ ન ખપે. જે માણસમાં સન્માન અને સ્વાભિમાન ન હોય તે નકામો છે. જે માણસમાં પ્રેમ દયા ન હોય તે રાક્ષસથી વધારે કમ નથી. હું કહું કે વિરોધ કરે તેમને પણ પ્રેમ કરતા શીખો.ગુજરાતમાં ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા મતદારોને પોતાની તરફે આકર્ષવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ ભાજપની સરકારમાં ઘણા મોટા ફેરફાર આવ્યા છે. મુખ્યમંત્રીની સાથે-સાથે આખું મંત્રીમંડળ પણ બદલાયું છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા અલ્પેશ ઠાકોરે એક સુચન નિવેદન આપ્યું છે. હાલ અલ્પેશ ઠાકોરની પાસે ભાજપનું કોઈ મહત્ત્વનું પદ નથી. અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, બે વાર પડ્યો છું ત્રીજી વખત નહીં પડી. હું નબળો નથી થયો.

alpesh-thakor-04.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *