બોટાદ:
બોટાદ જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી(વિસ્તરણ) ખાતે મદદનીશ ખેતી નિયામકશ્રી તરીકે ફરજ બજાવતા શ્રી નિતિનભાઈ જી દલવાડીની ખેડા જિલ્લા નાયબ ખેતી નિયામકશ્રી (વિ) ખાતે બદલી થતા આજ રોજ બોટાદ નાયબ ખેતી નિયામક્શ્રી એસ.જી.ગઢીયાના અધ્યક્ષસ્થાને વિદાય સમારોહ યોજાયો હતો.
આ વિદાય સમારોહમાં બોટાદ નાયબ ખેતી નિયામકશ્રી એસ.જી.ગઢીયાએ શ્રીફળ અને સાકરનો પડૉ આપી સન્માનિત કર્યા હતા તેમજ ખેતીવાડી અધિકારીશ્રી આર .એફ. વાળાએ સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા.
આ પ્રસંગે કચેરીના સિ.કલાર્કશ્રી આર.એમ.બેલીમ સહિતના કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બોટાદ જગદીશ એચ મારૂ
9998652874


