Gujarat

ભકિત પ્રહલાદ જેવો હોય તો દરેક જગ્યાઍ ઇશ્વરના દર્શન થશે ઃ શાસ્ત્રી ભાવેશભાઇ પંડયા

રાજકોટ
કથાકાર શાસ્ત્રી પૂ. ભાવેશભાઇ પંડયાએ વધુમાં જણાવ્યું કે, આ શરીર પરમાત્મા ની અમૂલ્ય ભેટ છે, બડે ભાગ માનુષ તન પાવા આ માનવ શરીર વારંવાર મળતું નથી પ્રભુએ આપ્યું છે તો પ્રભુ સેવા, પ્રભુ ભકિતમાં ઘસાવું જાેઈએ. આંખ પ્રભુ દર્શન માટે છે કાન પ્રભુની કથા સાંભળવા માટે છે મુખ પ્રભુના નામનો જપ કરવા માટે અને ગુણગાન ગાવા માટે આપ્યું છે હાથઙ્‌ગ પ્રભુ સેવા, પ્રભુના કીર્તન માં તાલી પાડવા માટે છે પગ પ્રભુના મંદિર સુધી પહોંચી શકીએ એટલા માટે છે આ શરીર પ્રભુ સેવામાં, માનવ સેવામાં ન ઘસાય તો કોઈ કિંમત નથી અને છેલ્લે નૃસિંહ પ્રાગટયમાં કહ્યું કે ઈશ્વર દરેક જગ્યાએ છે. ભકિત પ્રહલાદ જેવી હોય તો તમને દરેક જગ્યાએ ઈશ્વરના દર્શન થશે. આજે તા.૧ ઓકટોબરને શુક્રવારે બપોરે ૧૧ વાગ્યે માખણચોરી લીલા, બપોરે ૧ર.૪પ વાગ્યે ગોવર્ધન લીલા (અન્નકોટ દર્શન)ના પ્રસંગ ઉજવાયા હતા. તા.ર ને શનીવારે બપોરે ૧ર.૩૦ વાગ્યે રૂક્ષ્મણી વિવાહ તથા તા.૩ ને રવીવારે બપોરે ૧૧ વાગ્યે સુદામા ચરીત્ર પ્રસંગ ઉજવાશે અને બપોરે ૧ર.૩૦ વાગ્યે કથા વિરામ લેશે. ત્યાર બાદ તા.૩ ને રવિવારે બપોરે ૧ર.૪પ વાગ્યે મહાપ્રસાદનું આયોજન કરાયું છે. શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયજ્ઞ વિરામ બાદ તા.૩ ને રવિવારે બપોરે ૩.૪પ થી સાંજના ૬ વાગ્યા સુધી દશાંશ યજ્ઞનું આયોજન કરાયું છે.રાજકોટના જાણીતા રઘુવંશી અગ્રણી અને સર્જન ડો.હર્ષદભાઇ પ્રેમલાલભાઇ ખખ્ખર પરીવાર દ્વારા ગો.વા.નયનાબેન હર્ષદભાઇ ખખ્ખર તથા સર્વે પિતૃઓના મોક્ષાર્થે તા.ર૭ સપ્ટેમ્બરથી તા.૩ ઓકટોબર સુધી જાેડીયાની શ્રી લોહાણા મહાજનવાડી, ભાટીયા શેરી, જી.જામનગર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ સોમવારથી થયો છે. જેમાં દરરોજ ભાવિકો કથા શ્રવણનો લાભ લઇ રહ્યા છે. આજે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પાંચમો દિવસ છે. ખખ્ખર પરિવાર દ્વારા આયોજીત કથામાં ત્રીજા દિવસે નૃસિંહ પ્રાગટ્ય થયું હતું. પૂ. ભાવેશભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, બાળપણમાં અનેઙ્‌ગ યુવાવસ્થામાં ભકિત શ્રેષ્ઠ કહી, તમારૃં શરીર ચાલતું હોય ત્યારે ભકિત કરો કેમકે વૃદ્‌ઘાવસ્થામાં શરીર કામ નહીં કરતું હોય ત્યારે ભકિત નહિ થાય. ધ્રુવ અને પ્રહલાદની કથા દ્વારા કહ્યું કે તેમને બાળપણમાં ભકિત કરી ભગવાનને મેળવી લીધા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *