Gujarat

ભરૂચના યુવાને ફેસબુક પર પોસ્ટ કરતા જિલ્લા પંચાયતના દંડકે ગાળો આપી

ભરૂચ
ગડખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આ વખતે ભાજપ પ્રેરિત જ બે પેનલો આમને સામને હોવાથી ચૂંટણીની જંગમાં રસાકસી સાથે ભારે ખેંચતાણ અને તું તું-મેં મેંના દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. જાે કે આ ઓડિયો વાયરલ થયા બાદ હવે શિસ્ત અને અનુશાસનમાં માનનારી સરકાર તેમના આગેવાન સામે શું પગલાં લે છે તે માટે સૌ કોઈ આતુર છભરૂચ જિલ્લા પંચાયત શાસક પક્ષ ભાજપના દંડક અનિલ વસાવા ઉર્ફે પાઉના ફેસબુક પેજ ઉપર પોસ્ટ કરનારા સ્થાનિક યુવાનને અભદ્ર ગાળો બોલતો ઓડિયો વાયરલ થયો છે. નોંધનીય છે કે અંકલેશ્વરની ગડખોલ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત જ બે પેનલો આમને સામને ઉતરતા તેમના આક્રમક સ્વરૂપ જાેવા મળી રહ્યાં છે. ગામના આગેવાન અને ભરૂચ જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ ભાજપના દંડક અનિલ વસાવાના ફેસબુક પેજ ઉપર ગામના જ સ્થાનિક યુવાને પોસ્ટ કરી હતી. જે પોસ્ટને લઈ ભડકેલા દંડકે સ્થાનિક યુવાનને ફોન કરી ૮ મિનિટ અને ૧૧ સેકન્ડ સુધી અપશબ્દોનો વરસાદ વરસાવ્યો હતો. આટલું જ નહીં તેમણે રોષમાં આવીને પોસ્ટ કરનાર યુવાનને તારી નોકરી છોડાવી દઈશ તેવી ધમકી પણ આપી દીધી હતી. બીજી તરફ યુવાન મારો વાંક શું છે અને તમે કેમ આટલી ગાળો આપો છો તે પૂછતો જ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *