Gujarat

ભરૂચમાં ગેસ પુરાવતી કારમાં ભીષણ બ્લાસ્ટ

ભરૂચ,
પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવને કારણે લોકો હવે ઝ્રદ્ગય્ કાર તરફ વળી રહ્યા છે, પરંતુ ઝ્રદ્ગય્ કારચાલકો માટે આ સૌથી મોટા સમાચાર કહી શકાય, કારણ કે જાે આ વાતનું ધ્યાન નહીં રાખો તો કદાચ તમારો જીવ પણ જઈ શકે છે, કેમ કે કેટલીક વાર લોકો ઝ્રદ્ગય્ પુરાવતી વખતે પેટ્રોલ પંપવાળાએ સૂચના આપી હોવા છતાં તેઓ કારમાંથી નીચે નથી ઊતરતા હોતા, ત્યારે આ પ્રકારની ભૂલ તમારો જીવ પણ લઇ શકે છે. સીએનજી પંપ પર હંમેશાં ગેસ ભરતાં પહેલાં ત્યાંના કર્મચારી લોકોને વાહનમાંથી નીચે ઉતારી દેતા હોય છે. લોકોની સેફ્ટીને ધ્યાને રાખી આવું કરવામાં આવતું હોય છે. ત્યારે લોકોએ પણ આ પ્રકારની દુર્ઘટનાથી બચવા ગેસ રિફિલિંગ સમયે કારમાં ન બેસવું એ જ હિતાવહ છે. જાે ગેસ રિફિલિંગ સમયે કારમાં કોઈ બેઠું હોત તો અહીં મોટી જાનહાનિ સર્જાઇ હોત.દિવાળીના તહેવારોની હજી શરૂઆત નથી થઈ ત્યાં ભરૂચમાં આગ અને ધૂમધડકાની ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. થોડા દિવસ પહેલાં જ સુરતની લકઝરી બસ હાઇવે પર સળગી ઊઠવાની ઘટના બાદ બુધવારે રાતે નર્મદા ચોકડી પર ઝ્રદ્ગય્ સ્ટેશન પર ગેસ ફિલિંગ વખતે કારની ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડવા સાથે અફરાતફરી મચી ગઇ હતી. આ ઘટનાના ઝ્રઝ્ર્‌ફ સામે આવ્યા છે. ઝ્રદ્ગય્ પમ્પ પર લાગેલા ઝ્રઝ્ર્‌ફમાં બ્લાસ્ટની સમગ્ર ઘટના કેદ થઈ હતી. સદનસીબે સુરતના કોન્ટ્રેકટર પરિવાર અને ઝ્રદ્ગય્ પમ્પ પર હાજર સ્ટાફનો ચમત્કારિક બચાવ થયો હતો. ફિલર સહિત બે કારની ૪ વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. દિવાળીના તહેવારો ટાણે ભરૂચમાં આગ લાગવાની, અકસ્માતો અને ધડાકાઓની ઘટનાઓ છેલ્લા કેટલાક દિવસોથી બની રહી છે. થોડા દિવસ પહેલાં હાઇવે પર અંકલેશ્વર ટોલ પ્લાઝા નજીક બર્નિંગ બસની ઘટના બાદ બુધવારે રાતે ઝ્રદ્ગય્ કારની ટાંકી ફાટી હતી, જેના ઝ્રઝ્ર્‌ફ ફૂટેજ સામે આવ્યા છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ, સુરતના હરિકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતા કોન્ટ્રેકટર નરેન્દ્ર વિનુભાઈ ખાતરા બુધવારે રાતે સુરતથી તેમની હોન્ડા જાજ કાર લઇ વડોદરા તરફ જઈ રહ્યા હતા. રાતે ૧૧.૫૦ કલાકે તેઓ ભરૂચની નર્મદા ચોકડી પર આવેલા ગુજરાત ગેસના ઝ્રદ્ગય્ સ્ટેશન પર ગેસ ભરાવા ગયા હતા. કારમાં ઝ્રદ્ગય્ ભરાઈ રહ્યો હતો એ સમયે જ એકાએક ટેન્ક ફાટતાં અફરાતફરી મચી ગઇ હતી. પ્રચંડ ધડાકા સાથે ઝ્રદ્ગય્ ટેન્ક ફાટતાં કારના ફુરચેફુરચા ઊડી ગયા હતા, જાેકે કારચાલક અને એમાં સવાર વ્યક્તિ ગેસ ફિલિંગ વખતે દૂર હોવાથી તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. ગેસ ભરી રહેલા ફિલર પણ સાઇડ પર હોવાથી તેઓ બચી ગયા હતા. રાતના સમયે ઓછાં વાહનોને કારણે મોટી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ હતી. ટેન્ક ફાટવાથી ઝ્રદ્ગય્ સ્ટેશનના ૫૦ ફૂટ ઊંચા સીલિંગના પણ ફુરચા ઊડી ગયા હતા અને કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી. હોન્ડા જાજ કાર ૨૦૧૭ની અમદાવાદ પાર્સિંગની પેટ્રોલ રજિસ્ટર્ડ હતી, જેનું ઇ્‌ર્ંમાં ઝ્રદ્ગય્ કિટ નખાવ્યા બાદ રજિસ્ટ્રેશન નહિ કરાયું હોવાની માહિતી હાલ બહાર આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *