ભરૂચ.
મૂળ યુપીના અને હાલ દહેજના જાેલવા ગામની ટાઈગર પ્લાઝા હોટલ ખાતે રહેતા પ્રવીણકુમાર સુરેશચંદ્ર શાહ તેમના મિત્ર અભિષેક તિવારી સાથે ગઈકાલે રવિવારે ભરૂચ શહેરમાં ખરીદી કરવા આવ્યા હતા. જે બંને નાસ્તો કરવા માટે નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત બીટીએમએલ મિલની સામે ઊભા હતા. તે દરમિયાન અજાણ્યો ઈસમ આવી હું અહિંયાનો ડોન છું તેમ કહી બંને યુવાનોને ચપ્પુ બતાવી શોપિંગ સેન્ટરના નીચેના ભાગે લઈ ગયો હતો અને રૂપિયાની માંગણી કરી હતી. તેણે પ્રવીણકુમાર શાહને તમાચો માર્યો હતો. જેથી બંને પરપ્રાંતીય યુવાનો ગભરાઈ જતાં શખ્સે ખિસ્સામાં હાથ નાખી બળજબરીપૂર્વક બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. ૯ હજારના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. તેમજ આ અંગે કોઈને કહેશો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી તે ફરાર થઈ ગયો હતો. આ લૂંટ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ભરૂચ શહેરના નેશનલ ટ્રેડ સેન્ટર સ્થિત બીટીએમએલ મિલની સામે બે પરપ્રાંતીય યુવાનોને ચપ્પુ બતાવી અજાણ્યો ઈસમ બે મોબાઈલ ફોનની લૂંટ ચલાવી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો.