સુરતના સેન્ટ્રલ ઝોનમાં ભાગાતળાવ અને ગોપીપુરા મિડલ સ્કુલ પાસે પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ પુરો થયાંના એક વર્ષ બાદ પણ કોન્ટ્રાક્ટરો લોકો પાસે પૈસા વસુલી રહ્યાં છે. આવા અનેક પે એન્ડ પાર્કમાં ઉઘરાણા થતા હોવાની ફરિયાદ બાદ મ્યુનિ. કમિશ્નરે કોન્ટ્રાક્ટર પાસે પેસા વસુલવા તથા જવાબદાર અધિકારીને નોટીસ આપવા આદેશ કર્યો છે.


