અમદાવાદ,
ભાજપના નેતા ડૉક્ટર ભરત કાનાબારે ટ્વીટમાં લખ્યું છે કે, એક-બે ચોમાસામાં જ રસ્તાના ટુકડા થઈ જાય છે. તેવા નબળા રોડ બનાવતા લેભાગુ કોન્ટ્રાક્ટરો, કટકીબાજ અધિકારીઓ અને કેટલાક ભ્રષ્ટ લોકસેવકોની ટોળકી ખરા અર્થમાં ટુકડે-ટુકડે ગેંગ છે. જેના કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાય રહ્યા છે. ડૉક્ટર ભરત કાનાબારે કરેલી આ ટ્વીટને લઈને દીપક પટેલ નામના એક વ્યક્તિએ લખ્યું હતું કે, ડૉક્ટર કાનાબાર સાહેબ તમને તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફોલો કરે છે અને આપે આપની ટ્વીટમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને ટેગ કર્યા છે. તો આશા રાખીએ કે સોશિયલ મીડિયામાં રૂચી ધરાવનારા આપણા પ્રધાનમંત્રી, માફ કરજાે પ્રધાન સેવક આ ટ્વીટ જાેઈને યોગ્ય પગલાં લેશે. આ ઉપરાંત ઝવેર રંઘોલિયા નામના વ્યક્તિએ પણ એવું જણાવ્યું હતું કે, એક ચોમાસું જાય એટલે રોડ પર ખાડા કે ,પછી ખાડામાં રોડ, તેવી હાલત દર વર્ષે કોના રાજમાં થાય છે? નવા બનાવેલા રોડ ત્રણ મહિનામાં ઊખડી જાય છે, શેના કારણે ઊખડી જાય જાય છે. પ્રજાના ટેક્સના પૈસાનો દુર ઉપયોગ કોની સરકારમાં થઈ રહ્યો છે, રેઢિયાળ તંત્ર રઝળતું ગુજરાત. ડૉક્ટર ભરત કાનાબારે તેમના એક ઇન્ટરવ્યૂમાં એવું કહ્યું હતું કે, જાહેર બાંધકામો થાય છે તેમાં આ રોગ વર્ષોથી ચાલ્યો આવે છે. પ્રજાની નજર સામે જ લોકોનાં પૈસા વેડફાય છે. અધિકારીઓએ કામની ક્વાલીટીની ચકાસણી કરવાની હોય છે, પણ તે લોકો જ કોન્ટ્રાક્ટર સાથે મળીને નબળા કામ કરે છે. સરવાળે દેશને નુકસાન થાય છે. મારી આ ટ્વીટનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે. મહાત્મા ગાંધીનો જન્મદિવસ છે ત્યારે સત્ય માટે લડવાની વાત છે. મહત્ત્વની વાત છે કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ત્યારે ભાજપના જનેતાએ ટ્વીટ કરીને અધિકારી અને ભ્રષ્ટ લોકસેવકોની પોલ છતી કરી છે. તેમણે ટવીટમાંમાં સ્પષ્ટ પણે એવો ઉલ્લેખ કર્યો છે કે, રોડમાં થતા ભ્રષ્ટાચારને કારણે લોકોના પરસેવાની કમાણીના કરોડો રૂપિયા વેડફાય રહ્યા છે.ગુજરાતમાં વરસાદના કારણે ઠેર-ઠેર જગ્યાઓ પર રસ્તા પર ખાડા પડી ગયા છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રાજ્યના માર્ગ મકાન મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે, ૧૦ ઓક્ટોબર સુધીમાં રાજ્યના તમામ રસ્તાઓનું સમારકામ માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા કરી દેવામાં આવશે અને આ કામગીરી શરૂ પણ થઈ ગઈ છે.ાॅ તો બીજી તરફ રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકોને પડતી મુશ્કેલીને લઈને ભાજપના જ નેતા એક ટ્વીટ કરીને રોડ બનાવનારાઓને ટુક્ડે-ટુક્ડે પૈસા ખાતી ગેંગ કરી હતી. આ ટ્વીટ અમરેલી જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર ભરત કાનાબારે કરી હતી અને ટ્વીટમાં તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટેગ કર્યા છે.