રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલ ૨૦૩ સેનેટ સભ્યો છે. જેમાં ૪૩ સીટ પર આગામી સમયમાં ચૂંટણી થઇ શકે તેમ છે. જેમાં હાલ ટીચર્સની બેઠકમાં આર્ટસમાં પ્રવિણસિંહ ચૌહાણ, જેઠા ચંદ્રાવાડીયા, ક્રિપાલસિંહ પરમાર, રાજદીપસિંહ જાડેજા, સાયન્સમાં મેહુલ રૂપાણી, નિકેશ શાહ, અર્જુન પટેલ, કાયદામાં રાજ દવે, એચ.એન.ગલાણી, મેડિકલમા વિજય પોપટ, કમલ ડોડીયા, ઉમેદ પટેલ, કોમર્સમાં સ્નેહલ કોટક અને એક સીટ ખાલી પડી છે, એજ્યુકેશનમાં તૌસીફ પઠાણ, રૂરલ સ્ટડીઝમાં એન. એચ.જાટકીયા, નિલેશ મારસોનીયા, હોમસાયન્સમાં સીટ ખાલી, હોમિયોપેથીમાં સમીર કાનાણી, આર્કિટેક્ચરમાં હિતેશ ચાંગેલા, બીઝનેસ મેનેજમેન્ટમાં જયદીપસિંહ ડોડીયા હતા. જાેકે તેઓ હાલ ભાવનગર યુનિવર્સિટીમાં ડેપ્યુટી રજીસ્ટ્રાર છે. ફાર્મસીમાં મિહિર રાવલ જે હાલ વડોદરા યુનિવર્સિટીમાં છે. પર્ફોર્મિંગ આર્ટસમાં ભારતીબેન રાઠોડ રિટાયર્ડ થતાં તેમની સીટ પણ ખાલી છે. રજિસ્ટર્ડ ગ્રેજ્યુએટની સીટમાં આર્ટસમાં રાજભા જાડેજા, સાયન્સમાં રશ્મીન પટેલ, કાયદામાં કપિલ શુક્લા, મેડિકલમાં ભરત કાકડિયા, કોમર્સમાં ભરતસિંહ જાડેજા, એજ્યુકેશનમાં મનોજ ભટ્ટ, રૂરલ સ્ટડીઝમાં દીપુ પરમાર, હોમસાયન્સમાં મમતા પુરોહિત, હોમિયોપેથીમાં ભરત વેકરિયા, આર્કિટેક્ચરમાં રાહુલ મહેતા, મેનેજમેન્ટમાં ગત ટર્મમાં મિતેશ અમૃતિયા, જાેકે તેમનું કોરોનાના લીધે નિધન થતા સીટ ખાલી પડી છે. પરર્ફોર્મિંગ આર્ટસમાં વિવેક હીરાણી, ફાર્મસીમાં વિશ્વાસ રાણપરીયા, માધ્યમિક સ્કૂલમાં ટીચરની ૨ સીટમાં કોંગ્રેસના લીલા કડછા, પ્રિયવદન કોરાટ અને પ્રિન્સીપાલની ૨ સીટમાંના એક હબીબ માથકીયા જ્યારે અન્ય અનિરુદ્ધસિંહ પઢિયાર ભાજપના છેસૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી પ્રકરણમાં ભલામણના વિવાદે વધુ એક વળાંક લીધો છે. ગાંધીનગરથી હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ‘ગુનેગારમુક્ત’ કરવાનું ફરમાન છૂટ્યું છે. રાજ્યની તમામ યુનિવર્સિટીઓના વડા રાજ્યપાલે સ્ટેચ્યુટ ૧૮૭ પણ મંજૂર કરી દીધો છે. આ મુજબ ગુનેગારો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક પણ ચૂંટણી નહિ લડી શકે. જાે કે, કોંગ્રેસની સાથે ખુદ ભાજપના જ સિન્ડિકેટ સભ્યો ગાંધી-વૈદ્યનું સહિયારું કરીને આ પ્રયાસને ઊથલાવવા અંદરખાને ભેગા થયાની ચર્ચાથી ફરી વિવાદ થયો છે. હવે આ સ્ટેચ્યુટ ૧૮૭નો અમલ આગામી સેનેટ ઈલેક્શનમાં ન થાય તે માટે ભાજપ-કોંગ્રેસના સભ્યો ધમપછાડા કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગત તારીખ ૧૪.૦૮.૨૦૧૯ના ઠરાવ ક્રમાંક ૬૦ અને તારીખ ૦૭.૧૨.૨૦૧૯ની સેનેટના ઠરાવ ક્રમાંક ૯ મુજબ ભાજપના સભ્ય ડો.મેહુલ રૂપાણીના પ્રસ્તાવથી સ્ટેચ્યુટ ૧૮૭ મંજૂર થયો હતો, જે રાજ્યપાલની મંજૂરીથી કાયદો પણ બની ગયો છે. આ સ્ટેચ્યુટ ૧૮૭ મુજબ ટાડા, પાસા, દ્ગડ્ઢઁજી, આર્મ્સ એક્ટ, મની લેન્ડરિંગ, પરીક્ષામાં કોપી કેસમાં કે ડમી વિદ્યાર્થી બેસાડવાના ગુનામાં આવી ચૂક્યા હોય તેવા એક પણ સભ્યો સેનેટ સહિય યુનિવર્સિટીની કોઈ ચૂંટણી નહીં લડી શકે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ગત સિન્ડિકેટની ચૂંટણીમાં પણ આ સ્ટેચ્યુટનો અમલ અટકાવી દેવાયો હતો. હવે સેનેટની ચૂંટણીમાં પણ તેનો અમલ ન થાય તે માટે કુલપતિ પર ડો. નીતિન પેથાણી પર દબાણ થઇ રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગુનાખોરીથી દૂર રાજયની પ્રથમ વિશ્વવિદ્યાલયનું બહુમાન પ્રાપ્ત કરે તેમાં પણ ભાજપ-કોંગ્રેસના સભ્યો પોતપોતાના સ્વાર્થ માટે અડચણ રૂપ બની રહ્યા છે. ચર્ચા એ પણ છે કે ભાજપ-કોંગ્રેસના સભ્યોના ‘મસ્ત મિલાવટ’ની ચેટના સ્ક્રીનશોટ વાઇરલ થયા તેમાંના બે સભ્યો દ્વારા પરિપત્રનો અમલ ન કરાવવા કુલપતિ પર ભારે દબાણ કરાયું હતુ.
