ભારતીય તથા વિદેશી ફટાકડા નો ગેરકાયદેસરનો મોટો જથ્થો ઝડપી પાડતી છોટાઉદેપુર એસ.ઓ.જી.પોલીસ
શ્રી એમ.એસ.ભરાડા સાહેબ, I/C પોલીસ મહાનિરીક્ષક, વડોદરા વિભાગ, વડોદરા તથા શ્રી ધર્મેન્દ્ર શર્મા સાહેબ પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર તથા શ્રી જે.જી.ચાવડા સાહેબ I/C પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ શ્રી.જે.પી.મેવાડા, I/C પોલીસ ઇન્સ્પેકટર, એસ.ઓ.જી., છોટાઉદેપુરનાઓ તથા એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ માણસો છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સિલ્વર સ્પુન હોટલ પાસે આવતા માહિતી હકિકત મળેલ કે, સ્વાગત હોટલની બાજુમાં કેવસીંગભાઇ રાઠવાની દુકાનમા છોટાઉદેપુરના મનીષકુમાર અશોકભાઇ અગ્રવાલએ ગેર કાયદેસર ફટાકડાનો મોટો જથ્થો રાખી મુકેલ હોવાની માહિતી મળતા ઉપરોક્ત માહિતીવાળી જગ્યાએ આવતા એક ઇસમ હાજર મળી આવેલ જેથી મજકુર ઇસમને ફટાકડા વેચાણનું લાયસન્સ રજુ કરવાનું કહેતા નહી હોવાનું જણાવતા હોય જેથી મે. કલેક્ટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ સાહેબશ્રી છોટાઉદેપુર ના જાહેરનામાનો ભંગ કરેલ હોય મનીષકુમાર અશોકભાઇ અગ્રવાલના ગોડાઉનમાથી ભારતીય બનાવટ તથા વિદેશી મેડ ઇન ચાઇના ના ફટાકડાના બોક્ષ નંગ -૨૩, પેકેટ નંગ-૩૭૧૩ મળી કુલ કિ.રૂ. ૫૮.૯૭૦/- નો મુદ્દામાલ રાખી ગેર કાયદેસર રીતે પોતાના કબ્જા ભોગવટામા રાખી વેચાણ કરી મળી આવતા છોટાઉદેપુર પોલીસ સ્ટેશન B ગુરનં ૮૫૩/૨૦૨૧ ઇ.પી.કો.કલમ.૧૮૮ મુજબ ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહિ કરેલ છે અને આગળની વધુ તપાસ એસ.ઓ.જી. છોટાઉદેપુર નાઓ કરી રહેલ છે,
આરોપી મનીષકુમાર અશોકભાઇ અગ્રવાલ ઉ.વ.૪૦ ધંધો ફટાકડાનો વેપાર રહે, ઓલ્ડ પેલેસ કંપાઉન્ડ છોટાઉદેપુર ટાઉન તા.જી.છોટાઉદેપુર મો.નં.૯૪૨૭૦૫૩૮૨૮
આ કામગીરીમાંઃ I/C પો.ઇન્સ. શ્રી.જે.પી.મેવાડા, ASI નિતેષભાઇ રાયસિંહભાઇ, HC છત્રસિંહ રૂપસિંહ, HC મિતેષભાઇ લક્ષ્મણભાઇ, HC મહેન્દ્દસિંહ વાસુદેવસિંહ, PC રમેશભાઇ કંદુભાઇ, PC વિક્રમભાઇ કોટવાલભાઇ, HC પ્રવિણભાઇ તેરીયાભાઇ, HC અર્જુનભાઇ કરશનભાઇ WPC ધર્મિષ્ઠાબેન મુકેશભાઇ નાઓ જોડાયેલ હતા.
તસ્વીર રેહાન પટેલ છોટાઉદેપુર