*અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ* દ્રારા તાજેતરમાં દિવાળીનો તહેવાર આવતો હોય અને લોકો શાંતીમય રીતે તહેવારની ઉજવણી કરી શકે તે સબબ નાસતા ફરતા આરોપીઓ પકડવા તેમજ દારૂ-જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃતીઓ અટકાવવા તેમજ ગેરકાયદેસર પ્રવૃતીઓ કરનાર સામે ધોરણસર કાર્યવાહી કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે *પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી ઇ.ચા પો.સબ.ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબ* ના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ. શ્યામકુમાર બગડા, હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, હરેશભાઇ વાણીયા, તથા પો.કોન્સ. જીજ્ઞેશભાઇ પોપટાણી, જનકભાઇ કુવાડીયા, ધવલભાઇ મકવાણા નાઓની ટીમ નાસતા ફરતા આરોપીની તપાસ સબબ દામનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ચોક્કસ બાતમી રાહે હકિકત મળેલ કે, લાઠી તાલુકાના દામનગર મુકામે ધામેલ રોડ ઉપર રહેતા (૧) હાર્દિક અનીલભાઇ રાઠોડ તથા (૨) રવિભાઇ વિનુભાઇ ભાસ્કર ગેર કાયદેસર વગર પાસ પરમીટે ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઘરે રાખી વેચાણ કરેલ છે જે હકિકત વાળી જગ્યાએ જઇ તપાસ તજવીજ કરતા રવિ વિનુભાઇ ભાસ્કરના રહેણાંક મકાનેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ની નાની મોટી કુલ નંગ-૪૦ બોટલ કી.રૂ.૮૪૦૦/- ના મુદ્દામાલ સાથે મજકુર ઇસમ હાર્દિક અનીલભાઇ રાઠોડ મળી આવેલ જેથી રેઇડ દરમ્યાન મજકુર ઇસમ પકડાઇ ગયેલ હોય જેથી મજકુર ઇસમ વિરૂધ્ધ પ્રોહી એક્ટ મુજબ ધોરણસર કાર્યવાહી કરી આગળ ની ઘટતી કાર્યવાહી થવા દામનગર પોલીસ સ્ટેશનને સોપી આપેલ.
*પકડાયેલ આરોપીઃ-*
*હાર્દિક અનીલભાઇ રાઠોડ રહે.દામનગર તા.લાઠી જી.અમરેલી*
*પકડવાના બાકી રહેતા આરોપીઃ-* (૧) રવિભાઇ વિનુભાઇ ભાસ્કર તથા (૨) કૌશિક કાળુભાઇ ભાસ્કર રહે.બંન્ને દામનગર તા.લાઠી જી.અમરેલી (૩) પ્રતિક રહે.ભાવનગર
*મળી આવેલ મુદ્દામાલઃ-*
(૧) મેક ડોનલ્ડ કલેશન વ્હિસ્કી ઓરીજનલ ૭૫૦/- મી.લી. બોટલ નંગ-૧૨(૨) મેક ડોનલ્ડ કલેકશન વ્હિસ્કી ઓરીજનલ ૧૮૦ મીલી. નંગ-૨૮
*આમ, શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા ભારતીય બનાવટના પરપ્રાંતીય દારૂ ની નાની મોટી બોટલ નંગ-૪૦ સાથે આરોપીને પકડી પાડેલ*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી


