Gujarat

ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા “સબકે રામ” વિષય પર ચિત્ર સ્પર્ધાનું આયોજન

મોરબી : દાયકાઓની પ્રતિક્ષા પછી રામજન્મભૂમિ અયોધ્યામાં રામમંદિર નિર્માણ થવા જઈ રહ્યુ છે ત્યારે રામના જીવનમાંથી આવનારી પેઢી પ્રેરણા મેળવે તે હેતુથી ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા “સબ કે રામ” વિષય અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભગવાન શ્રીરામ સાથે સંકળાયેલ પાત્ર કે ઘટનાઓ આધારિત ચિત્ર દોરી શકશે તથા ચિત્રને અનુરુપ શ્રીરામ સાથે સંકળાયેલી ચોપાઈ, ભજન કે પ્રેરક વાક્યો લખી શકાશે.

આ સ્પર્ધા જુદા જુદા ત્રણ વિભાગમાં યોજાશે. જેમાં પ્રાથમિક વિભાગ (ધોરણ 1થી 8), માધ્યમિક વિભાગ (ધોરણ 9થી 12), ઓપન વિભાગ (કોઈપણ વય જૂથના ભાઈઓ-બહેનો)ના ગ્રુપ રહેશે. ત્રણેય વિભાગમાં વિજેતાઓને પુરસ્કાર તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવશે તથા ભાગ લેનાર દરેકને પ્રમાણપત્ર આપવામાં આવશે. ચિત્રો ડ્રોઈંગપેપર પર દોરી પાછળ પોતાનું નામ સરનામું તથા મોબાઈલ નંબર લખવાના રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *