Gujarat

ભાવનગરના ઘોઘાતીર્થ ખાતે ઉપધાન તપમાં ૩૦૧ આરાધકો જાેડાયા

ભાવનગર
દશેરાના પ્રારંભાયેલ આ મહાતપ ડીસેમ્બરની બીજી તારીખના રોજ માળારોપણ મહાઉત્સવ સહિત પરિપૂર્ણ થશે. ૧૯૦ આરાધકો તા.૨-૧૨ના રોજ મોક્ષમાળ અંગીકાર કરશે. તેમજ ૧-૧૨-૨૦૨૧ના રોજ તપસ્વીઓની શોભાયાત્રા નીકળશે. જેમા સાધુ, સાધ્વીજી ભગવંતો, તપસ્વીઓ, શ્રાવક, શ્રાવિકાઓ જાેડાશે. આ પ્રસંગે ગામે ગામથી ભાવિકો પધારશેઘોઘા બંદરે નવખંડા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય ભગવંત પ્રબોધચંદ્રસૂરિ મ.સા (ચકાચક)ની નિશ્રામાં મનોરીબાઇ કંવરલાલજી વૈદ્ય ગામ ફલોદી હ.ચૈન્નઇના સહયોગથી ૩૦૧ આરાધકો ઉપધાનતપની તપશ્ચર્યા આસ્થાપૂર્વક કરી રહ્યા છે. જેમા ૨૮,૩૫ અને ૪૭ દિવસનુ સાધુ જીવન ઉતકૃષ્ટ જીવન જીવીને મનુષ્યભવને સાર્થક કરી રહ્યા છે.૧૯૦ આરાધકો તા.૨-૧૨ના મોક્ષમાળા અંગીકાર કરશે. ઘોઘા સંઘમાં આ ચાર્તુમાસ દરમ્યાન દાન-શીલ-તપ-ભાવ ધર્મની ખૂબ વૃધ્ધિ થઇ આ સમગ્ર સાધના કાળની શિરમાળે આરાધનામાં ૩૦૧થી વધુ આરાધકો જાેડાયા છે. ઘોઘાબંદરે નવખંડા પાર્શ્વનાથ ભગવાનના સાનિધ્યમાં આચાર્ય પ્રબોધચંદ્રસૂરિની નિશ્રામાં આયોજન કર્યુ છે. આ આરાધનામાં ૪૭ દિવસ સુધી તમામ આરાધકો સાધુ જીવન જેવુ નિર્દોષ જીવન જીવશે. તપશ્ચર્યા ત્યાગ અને જાપ-ધ્યાન યુકત આ અનુષ્ઠાન જૈન શાસનની આગવી ઓળખ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *