Gujarat

ભાવનગર શહેરના PWD ક્વાર્ટરમાં સફાઈનો સદંતર અભાવ

ભાવનગર
ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા પીડબલ્યુડીના ક્વાર્ટરમાં કલાસ ૧ ઓફીસરોથી લઈને વર્ગ ૪ના કર્મચારીઓ પરિવાર સાથે વસવાટ કરતાં હોવા છતાં અહીં નિત્ય સફાઈનો અભાવ છે અને ચોમેર ગંદકી સાથે કિચડનુ સામ્રાજ્ય જાેવા મળે છે. અધિકારીઓ દિવસભર કચેરીઓમાં સરકારી કામ-કાજમા વ્યસ્ત રહે છે પરંતુ તેનાં પરિજનો ઘર આસપાસની ગંદકી તથા સાફ-સફાઈના અભાવે ભારે પરેશાન છે. કેટલાક સફાઈના હિમાયતી અધિકારીઓએ આ મુદ્દે જવાબદાર તંત્ર તથા અધિકારીઓનું વારંવાર ધ્યાન દોર્યું હતું પરંતુ આળસુ તંત્ર એ આજદિન સુધી કોઈ દાદ ન આપી હોવાનું અંગત સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ અંગે એક કલાસ વન અધિકારીએ નામ ન આપવાની શર્તે જણાવ્યું હતું કે, આ કવાર્ટરમાં પાયાકિય સવલતોનો સદંતર અભાવ છે, એક અધિકારી તરીકે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. હાલમાં ચોમાસાનો માહોલ હતો એ દરમિયાન પરિસ્થિતિ વધુ કફોડી બની હતી. ગંદકીને પગલે માખી-મચ્છરોનો અસહ્ય ત્રાસ છે અને જેને પગલે કવાર્ટરમાં ડેન્ગ્યુ મલેરિયા સહિતના રોગનો ભોગ પણ લોકો બની રહ્યાં છે. ભાવનગર શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલા પીડબલ્યુડી કવાર્ટરમાં સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા કલાસ એક થી ત્રણ વર્ગનાં અધિકારીઓ વસવાટ કરે છે, જયાં છેલ્લા ઘણા સમયથી નિયમિત રીતે સાફસફાઈનો સદંતર અભાવ છે. પરિણામે સ્થાનિકો ભારે હાલાકી વેઠી રહ્યાં છે. સરકારી અધિકારીઓ તથા તંત્ર દરેક સ્થળે સ્વચ્છતાના હિમાયતી હોય છે અને જયારે વાત આવે આ અધિકારીઓના રહેઠાણ આસપાસની ત્યારે એ સ્થળોએ લગભગ સાફસફાઈનો વિશેષ આગ્રહ રાખવામાં આવે છે અને મહદઅંશે અધિકારીઓના રહેણાંક આસપાસ નિત્ય સફાઈ સાથે સમગ્ર વિસ્તાર ચોખ્ખો-ચણક જાેવા મળે છે, પરંતુ ભાવનગર શહેરમાં આવેલી પાનવાડી વિસ્તાર સ્થિત સરકારી કર્મચારીઓની વસાહત આ બાબતમાં આજકાલ અપવાદરૂપ સાબિત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *