આ કાર્યક્રમમાં જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ શ્રી કે. ડી. પંડ્યા સાહેબ અને મહા મંત્રી શ્રી મહેશભાઇ જોશી અને તેમની ટીમ તથા ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભાઈઓ એ સાથે મળીને સર્વ સંમતિ થી ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના પ્રમુખ તરીકે રેનીશભાઈ મહેતા અને મહામંત્રી તરીકે અમિતભાઈ વેગડા ની વરણી કરવામાં આવી હતી તેમજ જુનાગઢ જિલ્લા મહિલા પાંખ ના પ્રમુખ રૂપલબેન તથા તેમની ટીમ દ્વારા ભેસાણ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ ના મહિલા પાંખ ના પ્રમુખ તરીકે દર્શનાબેન વેગડા અને મહામંત્રી તરીકે દક્ષાબેન જોશી ની સર્વ સંમતિ થી વરણી કરવામાં આવી છે. સમાજના લોકો નિમાયેલા તમામ પાંખ ના હોદેદારો ને શુભકામનાઓ પાઠવી રહ્યા છે


