ભેસાણ માં જ્ઞાતિ અને ધર્મના ભેદભાવ વગર ચાલતી એકમાત્ર હોસ્પિટલ ઓક્સિજન સાથે આયશોલેશન માં દાતાઓ તરફથી એક લાખ તો તેર હજાર પાનસો રૂપિયાનું દાન મળ્યું
જૂનાગઢ જિલ્લા માં ભેસાણ તાલુકા મા કોવિડ આયશોલેશન સાથે ઓક્સિજન સેન્ટર ની હોસ્પિટલ ચાલે છે ત્યારે.
નિષ્ણાંત ડોક્ટર શ્રી ઓ ના નેજા હેઠળ ચાલેતિ હોય
આ હોસ્પિટલમાં કોરોના ની મહામારી ને નાથવા માટે ની ઉપયોગી એવી દવાઓ, ઓક્સિજન ના બાટલાઓ,, દર્દીઓને સારવાર માટે ના જરૂરી ઇન્જેકસનો,, આ હોસ્પિટલમાં સારવાર માટે આવતા કોરાના ના દર્દીઓને તદ્દન ની : શુલ્ક ( ફ્રિ ) આપવામાં આવે છે…
તેમજ દર્દીઓ,તથા તેમની સાથે આવનાર સગા સંબંધીઓને ફ્રી ભોજન પણ આપવામાં આવે છે.
આ હોસ્પિટલમાં છેલ્લા ૧૦ દિવસમાં ૭૦ જેટલા કોરાના દર્દીઓને માનસિક હિંમત આપીને અને તંદુરસ્ત અને સ્વસ્થ કરેલા છે….
આ આયશોલેશન અને ઓક્સિજન સાથે ચાલતી હોસ્પિટલની આજ રોજ આજ ફરી વખત ભેસાણ તાલુકા ની આયશોલેશન સાથે ઓક્સિજન વાળી કોવિડ19 હોસ્પિટલની મુલાકાત લેવામાં આવી હતી., ત્યાં ખાસ તો એ જોવા અને જાણવા મળ્યું કેઓક્સિજનની જરૂરીયાત વાળા દર્દીઓ માટે તો આ હોસ્પિટલ આશીર્વાદ સમાન ઉપયોગી થઈ રહી છે .. પ્રત્યક્ષ નજર સમક્ષ આ હોસ્પિટલ નું કાર્ય જોઈ અમો બધાને આ હોસ્પિટલ નું કામ ખુબજ ઉત્તમ અને સરાહનીય લાગ્યું ..
આ ઓક્સિજન વિથ આયસોલેશન ની હોસ્પિટલ
ભુપત ભાઈ ભાયાણી તથા તેઓના સાથી મિત્રો ની આગેવાની હેઠળ ચાલે છે …
ત્યારે માનવધર્મ નિમિતે ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે આપણે બધાએ પણ કોઈપણ રીતે મદદ કરવી જોઈએ એવું હું માનું છું …
ત્યારે જયાબેન ગોકળભાઈ વઘાસીયા એ પોતાની બચત કરેલી મૂડી માંથી ( હસ્તે .હરસુખભાઈ જી .વઘાસીયા)
₹ ૨૧૦૦૦ /- આ હોસ્પિટલમાં અર્પણ કરવામાં આવેલ ..તેમજ હરસુખભાઈ વઘાસીયા દ્વારા ( મૂળ ગામ:- પ્રભાતપુર ,વડાળા )હાલ સુરતના શહેરના અગ્રણી ઉદ્યોગપતિ શ્રીમાન રણછોડભાઈ ધડુક સાથે ટેલિફોનિક માધ્યમ દ્વારા આ ભેસાણ તાલુકાની હોસ્પિટલ ત્યાંના લોકો ને કેવી રીતે ઉપયોગી થયી રહી છે ,, લોક ઊપયોગી કામગીરી કરી રહી છે ,તેની માહિતી આપી હતી…અને આ હોસ્પિટલ ની કામગીરી માહિતી જાણીને શ્રી રણછોડભાઈ ધડુક તરફથી એક લાખ રૂપિયા (₹૧,૦૦,૦૦૦/-) ની આર્થિક મદદ આ હોસ્પિટલ ને અર્પણ કરવામાં આવેલા..
તથા આહિર સમાજ અગ્રણી અને સમાજસેવક શ્રીમાન હમીરભાઈ રામ તેમના બંને ની વર્ષગાંઠ 36 વર્ષ પૂર્ણ કરેલ એ નિમિત્તે. ₹ ૧૦૦૦૦/- આ હોસ્પિટલ ને અર્પણ કરવામાં આવેલ .
મૂળ વિસાવદર તાલુકાના વતની સુરતના અગ્રણી ઉદ્યોગપતિ એવા શ્રી બિપીનભાઈ રામાણી જી એ પણ એમના વતન અને એમના વિસ્તાર ના જરૂરિયાત મંદ લોકો આ હોસ્પિટલ મા સારવાર લઈ શકે એ હેતુથી તેમણે
₹ ૫૦૦૦૦/- નું આર્થીક યોગદાન આ હોસ્પિટલ મા અર્પણ કરવામાં આવેલ છે..
તેમજ મજેવડી ગામ ના મહિલા મંડળ
ના પ્રમુખ શ્રી વિભાબેન ઠુમર હોસ્પિટલની રૂબરૂ મુલાકાત લઇ અને એમના સસરા ધીરુભાઈ ઠુંમર ના નામના. ₹ ૨૫૦૦/- નું યોગદાન આ હોસ્પિટલમાં કરવામાં આવેલ છે ..
તેમજ એક વઘાસીયા પરિવાર ના સભ્ય તરફથી કોવિડ19 ની સારવાર માટે જરૂરી દવાઓ નિઃશુક્લ પણે આ હોસ્પિટલમાં આપવામાં આવેલ છે…
આ હોસ્પિટલ ભેંસાણ તાલુકાના લોકો માટે આશીર્વાદ સમાન બની રહી છે …
આવી હોસ્પિટલો જૂનાગઢ જિલ્લાના તમામ તાલુકા મથકે ખોલવામાં આવે તો આ કોરોના મહામારી ના ઈલાજ માટે લોકોને પડતી મુશ્કેલી માંથી ઉગારી શકાય …
જૂનાગઢ જિલ્લાના તમામ સમાજ ના આગેવાનો , તમામ સમાજ ના અગ્રણી ઉદ્યોગકારો ને નમ્ર અપીલ છે કે આવો આપણે સૌ સાથે મળીને આ કોરોના મહામારી ના રોગ ની સારવાર માટે તાલુકા મથકે આવી ભેસાણ તાલુકા માં કાર્યરત છે એવી ઓક્સિજન સાથેની આયસોલેશન ની સુવિધા વાળી હોસ્પિટલ બનાવીએ ,અને કોરોના મહામારી મા લોકો ના જીવ બચાવવા મા મદદ કરીએ ..🙏🙏🙏
તેમજ જૂનાગઢ જિલ્લા લેઉવા પટેલ મહિલા મંડળ સંસ્થા નાત જાતના ભેદભાવ વગર તમામ વર્ગના લોકોને પણ ઉપયોગી થઇ રહી છે …
જરૂરી યાત મંદ લોકોને ઓક્સિજનના બાટલા મેળવવા માટે રોકડ નાણા ચૂકવીને ડિપોઝીટ ભરીને ની ઓક્સિજન ની બોટલો ની વ્યવસ્થા કરવામાં આવે છે …
જરૂરી દવાઓ ,ઇન્જેક્શન ની પણ વ્યવસ્થા કરી આપવામાં આવે છે …
આ સંસ્થા જરૂર જણાય ત્યાં લોકોને દાતાઓના સહયોગ થી આર્થિક મદદ પણ કરી રહી છે..
તેમજ કોરોના ના રોગ ને લગતી સારવાર મા કોઈપણ પ્રકાર ના ભેદભાવ વગર માનવ સેવા ના અર્થે જરૂરિયાત મુજબ આ સંસ્થા ખડેપગે સમાજ ની સાથે જ છે…..
મહેશ કથીરિયા જુનાગઢ