મહેસાણા
ખેરાલુ તાલુકામાં આવેલા ભાઠપુરા-મલેકપુરમાં રહેતા વિનુજી ઠાકોરની દીકરી કિંજલ ઉર્ફે નિરમાની સગાઈ છ માસ પહેલા તેની કૌટુંબિક ફોઇ સોનલબેને પોતાની સાસરીમાં કૌટુંબિક દિયર વિપુલ ભરતજી ઠાકોર સાથે કરાવી હતી. પરંતુ તેની સાથે મનદુઃખ થતા યુવતીએ સગાઈ રાખવાની ના પાડી હતી. જેથી આ મામલે બ્રાહ્મણવાડાથી તેણીના ફોઈ-ફુવા, રાજુ વિરમજી ઠાકોર અને વિપુલ મગનજી ઠાકોર આવ્યા હતા બાદમાં બંને પરિવારો વચ્ચે મામલો ઉગ્ર બનતા લોખંડની પાઇપ તેમજ ગડદાપાટુ વડે મારામારી થતાં ત્રણ વ્યક્તિઓને ઇજા થઇ હતી. જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા. આ અંગે ખેરાલુ પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના આધારે પોલીસે બંને પરિવારના ૭ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો.મહેસાણા જિલ્લાના ખેરાલુના ભાઠપુરા-મલેકપુરામાં બે પરિવારો વચ્ચે સામાન્ય તકરારમાં મામલો બીચકી જતાં મારામારી થઈ હતી. જેમાં ત્રણ વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. બાદમાં ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, હાલમાં બંને પરિવારના ૭ લોકો સામે ફરિયાદ નોંધાઈ છે.