Gujarat

મહિલાઓને આર્ત્મનિભર બનાવવા ૩૦૭ વ્યવસાયો માટે આર્થિક સહાય

ગાંધીનગર
આ યોજનાનો લાભ લેવા ઇચ્છતી બહેનોએ મહિલા અને બાળ અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, બ્લોક-એ, પહેલો માળ, અઠવાલાઈન્સ, સુરત ખાતે સંપર્ક કરવો.ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, ઔદ્યોગિક ક્ષેત્રે મહિલાઓના ભવિષ્યને ઉજ્જવળ તેમજ તેમને આર્ત્મનિભર બનાવવા ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા ૧૮ થી ૫૦ વર્ષની વયમર્યાદા ધરાવતી મહિલાઓને મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત રૂ.૨ લાખ સુધીની સબસિડાઇઝડ લોન મળવાપાત્ર છે. જે હેઠળ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની આવક રૂ.૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારની રૂ.૧,૫૦,૦૦૦ ધરાવતી બહેનો આ યોજનાનો લાભ લઇ શકે છે. ઉપરાંત પ્રોજેકટ કોર્સના ૧૫ ટકા પ્રમાણે વધુમાં વધુ રૂ.૩૦ હજારની સબસિડી યોજના અન્વયે મેળવી શકાશે. યોજના અંતર્ગત પરંપરાગત કે બિનપરંપરાગત આર્થિક પ્રવૃત્તિઓ જેવી કે, એન્જિનિયરીંગ, કેમિકલ અને સૌંદર્ય પ્રસાધન, ટેક્સટાઇલ, પેપર પ્રિન્ટીંગ, સ્ટેશનરી, પ્લાસ્ટિક, ખેતપેદાશ આધારિત ઉદ્યોગ, ગૃહ અને હસ્તકલા, ડેરી, ગ્લાસ અને સિરામિક, ચર્મ, ઇલેક્ટ્રિક, કાચો માલ, ફર્નિચર અને મશીનરીની ખરીદી તથા અન્ય ૩૦૭ વ્યવસાયો માટે મહિલાઓ સહાય મેળવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *