એર ઈન્ડિયાની મહિલા પાયલટની (Air India Women Pilots) ટીમે વિશ્વના સૌથી લાંબા હવાઈ માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો ઈતિહાસ રચ્યો છે. આ મહિલાઓ અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16,000 કિલોમીટરનું અંતર કાપીને બેંગલુરુ પહોંચી છે. 16 હજાર કિમી સફર કરનારી મહિલા ટીમને (Air India Women Pilots) પાયલટ કેપ્ટન જોયા અગ્રવાલ (Capt Zoya Agarwal) લીડ કરી રહી છે.
મહિલાઓની (Air India Women Pilots) આ સિદ્ધિ વિશે એર ઈન્ડિયા પોતાના સત્તાવાર ટ્વીટ હેન્ડલ પર સમયાંતરે જાણકારી આપી રહ્યું હતું. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પૂરીએ પણ ટ્વીટ કર્યું છે.
જણાવી દઈએ કે, ફ્લાઈટ નોર્થ પોલના ઉપરથી પસાર થઈને ભારત પહોંચી ગઈ છે. જોયા (Capt Zoya Agarwal) એજ પાયલટ છે, જેમણે 2013માં બોઈંગ-777 વિમાન ઉડાવ્યું હતું. તે સમયે આ વિમાન ઉડાવનારી તે સૌથી યુવા મહિલા પાયલટ હતી. આજ કારણ છે કે, તેમને (Capt Zoya Agarwal) આ વખતે પણ મોટી જવાબદારી સોંપવામાં આવી. જ્યારે જોયાના કો-પાયલટ તરીકે કેપ્ટન પાપાગરી તનમઈ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરે છે. Air India Women Pilots
એર ઈન્ડિયાએ ટ્વીટ કરતાં લખ્યું છે કે, વેલકમ હોમ…એર ઈન્ડિયા માટે આ ગૌરવની ક્ષણ છે. અમે AI-176ના તમામ પેસેન્જર્સને શુભેચ્છા પાઠવીએ છીએ, જે આ ઐતિહાસિક સફરનો ભાગ બન્યા