મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
હાલ જ્યારે ગ્રામ પંચાયતની ચુંટણીઓનો રસાકસી વાળો માહોલ ચાલી રહ્યો છે અને ગ્રામપંચાયત ની ચૂંટણી ને લઇ હાલ પોલીસ પણ સક્રિય છે ત્યારે ગેરકાયદેસર પ્રવૃતિઓ તેમજ દારૂ ની હેરાફેરી અને રેલમછેલ રોકવા પોલીસ દ્વારા સખ્ત નજર રાખવામાં આવી રહી છે અને એલર્ટ પણ થઈ ચુકી છે ત્યારે ગતરોજ મહુધા પોલીસ દ્વારા ઉંદરા ગામ પાસે આવેલ મહોર નદીના કોતરોમાંથી સંતાડી રાખેલ દોઢ લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડી સંતાડી રાખેલ મેકડોવેલ્વ નંગ ૧૨૦ (૭૫૦મિલી), મેકડોવેલ્સ નંગ ૩૩૯ (૩૭૫ મિલી), હાઈવર્ડ બીયર નંગ-૪૮ મળી કુલ રૂા. ૧,૪૯,૭૬૦/- ના મુદ્દામાલ સાથે ગણપતભાઈ ભગાભાઈ તળપદા રહે. ઉંદરાને ઝડપી પાડી મહુધા પોલીસ દ્વારા આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ છે.


