મહુવા ના ગળથાર ગામે મા ભોમની સેવા કરી ફરજ પૂરી કરીને નીડરતા પૂર્વક અને ઉત્સાહ ભેર પાછા ઘરે આવેલા શ્રી અર્જુનસિંહ ગોહિલ રાજપૂત શેવડીવદર ગામના રહેવાસી હાલ ગળથર ગામે નો યુવાનો માટે દરેક ભરતી ને લગતી હર્ષ ટ્રેનિંગ એકેડમી ચલાવે છે, અને સાથે હોસ્ટેલ ની પણ સુવિધા રાખી છે. તો આવા વીર યોદ્ધા માટે તો સો સલામ છે. જે આજે પોતાના પરિવાર અને જીવ ને દાવ પર લગાવી ને ધરતી માં અને ભારત દેશના માટે સરહદ પર સેવા પૂરી કરીને હેમખેમ અને સાહસિક રીતે પરત ફરી આજે ગામડે પણ દેશના માટે નૌ જવાનોને ત્યારીઓ કરાવી ભરતી માં મોકલે છે.તો આવા જ મહાપુરુષ ની મુલાકાત કરવા અને માન સન્માન તેમજ ઉત્સાહ આપવા માટે મહુવા તાલુકાના Dysp.જાડેજા સાહેબ,ભાવનગર જિલ્લાના ટ્રાફિક પોલીસના પીએસઆઈ. Rahevar સાહેબ,બગદાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ.મકવાણા સાહેબ તેની જોડે અન્ય સ્ટાફ તેમજ ભાવેણાના શહેરના પ્રખ્યાત એવા ફોટોગ્રાફર શ્રી ડો.અજય સિંહ જાડેજા સાહેબ તેમજ અન્ય અધિકારી અને મહેમાનો તેના ગ્રાઉન્ડમાં સ્થાન પર જઈને ત્યાં સબોધનમાં અર્જુન સિંહ ને માન સન્માન આપી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી. ગુલદસ્તા આપી કાર્યક્રમ યોજાયો હતો અને આ કાર્યક્રમમાં તેમના સગાસંબંધી ગામના સરપંચ શ્રી હનુભા ગોહિલ તેમજ ગામના અન્ય લોકો હાજર રહ્યા હતા.
રીપોર્ટર. દાદુભાઈ આહીર