Gujarat

મહેમદાવાદ તાલુકામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ- ખેડા જિલ્લા દ્વારા શ્રમિક વર્ગ માટે કપડાનું વિતરણ તેમજ સાડીઓનું વિતરણ કરાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ- ખેડા જિલ્લા દ્વારા શ્રમિક વર્ગ માટે કપડાનું વિતરણ તેમજ સાડીઓનું વિતરણ અને બાળાઓ માટે તૈયાર ડ્રેસ નો વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાના પ્રમુખ શ્રી ધીરજભાઈ શુકલ, યુવા  પ્રમુખ અર્પિતભાઇ ગોર, મહિલા પ્રમુખ કાશ્મીરાબેન ત્રિવેદી , મહામંત્રી સુધીરભાઈ ઉપાધ્યાય અને બીજા બ્રાહ્મણ અગ્રણીઓ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવાનો હેતુ પાર પાડવામાં આવ્યો હતો. જેમાં શ્રમિક વર્ગના પુરુષો, બહેનો અને બાળકો ને કપડાનું વિતરણ કરવામાં આવ્યો હતો. શ્રમિક વર્ગના મહિલાઓ પુરૂષો ખુબ જ ખુશ હતા અને તેમણે પ્રમુખ શ્રી સમસ્ત બ્રાહ્મણ સમાજ નો આભાર વ્યક્ત કર્યો અને સાથે સાથે આશીર્વાદ પણ આપ્યા. હવે આવનારા સમયમાં આજ સમાજ દ્વારા કરીને છેવાડાના ગરીબ માણસોને નાના-મોટા લાભ મળી રહે તેનું આયોજન કરવામાં આવશે અને સર્વ સમાજ ને ધ્યાનમાં રાખી કાર્ય કરવામાં આવશે તેવું પ્રમુખ શ્રી ધીરજભાઈ શુક્લ દ્વારા જણાવવામાં આવ્યું હતું.અને મહેમદાવાદ તાલુકા ટીમ દ્વારા યુવા પ્રમુખ અર્પિતભાઇનો જન્મ દિવસ ઉજવવામા આવ્યો.

Screenshot_2021-10-26-19-48-25-83_6012fa4d4ddec268fc5c7112cbb265e7.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *