Gujarat

મહેસાણામાં ગ્રાપ પંચાયતની ચૂંટણીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત

મહેસાણા
ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડાના આદેશના પગલે અત્યાર સુધીમાં ૨૭૦૦થી વધુ અસામાજિક તત્વો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. નોંધનીય છે કે જિલ્લા ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ૩૮૨ મતદાન મથકો પરથી આગામી ૧૯ ડિસેમ્બરના રોજ મતદાન થશેમહેસાણા જિલ્લામાં આજે શુક્રવારથી ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ જશે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા ચૂંટણીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ચૂંટણી દરમિયાન જિલ્લામાં ૧૭૦૦થી વધુ પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જાેડાશે. જેના પર ૬૫ પીએસઆઇ, ૧૪ પીઆઇ અને ૪ ડીવાયએસપી નજર રાખશેા્‌ જિલ્લામાં ગ્રામપંચાયતની ચૂંટણીમાં ૩૮૨ મતદાન મથકોમાંથી ૨૦૭ સંવેદનશીલ અને ૨૧ અતિસંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં અતિ સંવેદનશીલ મતદાન મથકો પર હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. આવતીકાલે શનિવારે તમામ મતદાન મથકો પર પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જશે. જિલ્લામાં ગ્રામપંચાયત ચૂંટણી સંદર્ભે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાનમાં મહેસાણા જિલ્લામાં કુલ ૯૦૦ પરવાનેદારે હથિયાર જમા કરાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *