Gujarat

મહેસાણામાં પ્રેમિકાએ દીકરીના લગ્નની જવાબદારી આરોપીને સોંપતા હત્યા કરાઈ

મહેસાણા
મહેસાણા જિલ્લામાં થોડા દિવસ પહેલા એક યુવતીની ર્નિમમ હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર મહેસાણાને હચમચાવી નાખ્યું હતું. આ ઘટનામાં પોલીસે ૨૪ કલાકમાં આરોપીને દબોચી લીધો હતો અને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યો હતો. જેમાં આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. આ કેસમાં આરોપીની પૂછપરછમાં ચોંકવનારો ઘટસ્ફોટ થયો છે. જેમાં આરોપીની પ્રેમિકાએ પોતાની દીકરીઓના લગ્નની જવાબદારી આરોપીને સોંપતા લગ્ન કરવાની ચિંતામાં ભૂમિની હત્યા કરી હતી. આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન હત્યારાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, પ્રેમિકા એટલે કે ભૂમિની માતા પાછળ આરોપી દર મહિને ૨૦ હજારનો ખર્ચ કરતો હતો, પરંતુ પ્રેમિકાએ હવે રૂ ૧૦ હજારનું ભાડું ધરાવતા મોટા ઘરમાં રહેવા જવાની અને બંને પુત્રીઓના લગ્ન કરાવી આપવાની જવાબદારી પ્રેમીને સોંપતા પ્રેમી ચિંતામાં જ ભૂમિનો ખર્ચ કરવો ના પડે એ માટે હત્યા કર્યાની કબૂલાત કરી હતી. ભૂમિ હત્યા કેસમાં હત્યારા પરેશના ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન અનેક વાતો સામે આવી છે. જેમાં આરોપીએ ભૂમિની માતાને પતિના ત્રાસમાંથી છોડાવી સુરત જવાના બહાને સિદ્ધપુર લાવી છ મહિનાથી ભાડાના મકાનમાં રાખી હતી. મકાન નાનુ હોઈ મોટા મકાનમાં જવાની માંગ કરી હતી, તેમજ માતાએ હત્યારા પરેશને બંને પુત્રીઓના લગ્ન કરાવવાની જવાબદારી આપતા આરોપી પરેશ ખર્ચની ચિંતામાં મુકાયો હતો અને ખર્ચ ન કરવો પડે એ માટે ભૂમિની હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે

Murder-incident-FILE.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *