મહેસાણા
ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડના અભાવે લાયસન્સ કાઢવાની કામગીરી અટકી પડી છે. ૧ ડિસેમ્બરથી ડ્રાઇવિંગ લાઇસન્સના કાર્ડનો સ્ટોક ખાલી થઈ જતા લાઇસન્સ ઇશ્યૂ કરવાની કામગીરી હાલમાં બંધ થઈ છે. મહેસાણા જિલ્લામાં દરરોજના ૨૫૦ લાયસન્સ નીકળે છે, જે કામગીરી બંધ થતા ડ્રાઇવિંગ ટેસ્ટ આવનાર અરજદારોની રોજેરોજ પૂછપરછ જાેવા મળે છે. જાેકે, રાજ્યના વાહન વ્યવહાર કમિશ્નરે તેનો વૈકલ્પિક ઉપાય પરિપત્ર રૂપે જાહેર કર્યો છે. ડ્રાઇવિંગ લાઇસન્સ સ્માર્ટ કાર્ડ લાયસન્સ આપવાની પ્રથા સૌપ્રથમ ગુજરાતમાં ૨૦૦૦ની સાલમાં થઈ હતી અને હાલમાં ગુજરાતમાં આ જ કામગીરી બંધ થતાં ભારે દેકારો બોલી ગયો છે. સ્માર્ટ કાર્ડ આપવાની કામગીરીનો કોન્ટ્રાક્ટ દિલ્હીની સ્માર્ટ ટિપ્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની ધરાવે છે.મહેસાણા ઇ્ર્ં કચેરીમાં ૧ ડિસેમ્બરથી ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની કામગીરી બંધ હાલતમાં જાેવા મળી રહી છે લાયસન્સ માટેના કાર્ડ ઉપરથી નહીં આવતા આ કામગીરી હાલમાં ઠપ થઈ ગઇ છે. જેના પરિણામે મહેસાણા જિલ્લાના ૨૫૦૦ જેટલા વાહનચાલકો નવા અને રીન્યુ ડ્રાઇવિંગ લાયસન્સથી વંચિત હોવાની વિગતો સામે આવી રહી છે.