Gujarat

મહેસાણા જિલ્લામાં એક મહિલા અને એક વિદ્યાર્થી કોરોના પોઝિટીવ

મહેસાણા
ાીજી લહેરમાં વેક્સિનના બંને ડોઝ લીધા હશે તેમને પણ સંક્રમણ લાગી શકે છે. બંને ડોઝ લેનાર વ્યક્તિઓમાં લક્ષણો સામાન્ય રહેવાની પ્રબળ શક્યતા છે. તેમજ એકવાર સંક્રમિત થઇ ચૂકેલી વ્યક્તિઓમાં પણ સંક્રમણનું જાેખમ ઓછું રહેશે. પરંતુ વેક્સિનનો એકપણ ડોઝ ન લીધો હોય તેવી વ્યક્તિઓને સંક્રમણ ઝડપી લાગશે. તેમજ બાળકો કરતાં પણ વધુ જાેખમ વેક્સિનનો એકપણ ડોઝ ન લેનાર માટે વધુ રહેશે. ડીસાની પિંક સીટી ખાતે રહેતા ૨૯ વર્ષીય યુવક અને મેડિકલનો છાત્ર લંડનથી અમદાવાદ એરપોર્ટ ખાતે આવતાં આરટીપીસીઆર દ્વારા ટેસ્ટ કરાયો હતો. જેમાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં ઘરે જતાં રોકી બનાસકાંઠા આરોગ્ય વિભાગને જાણ કરાઇ હતી અને મેડિકલ ટ્રીટમેન્ટ અને આઇસોલેશન માટે અમદાવાદથી ડીસા સિવિલમાં દાખલ કરાયો હતો. અર્બન હેલ્થ ઓફિસર ડૉ.કે.પી. દેલવાડિયાએ કહ્યું કે, દર્દીમાં નવા વેરિયેન્ટ ઓમિક્રોન વિશે હાલ કશું કહી ન શકાય.મહેસાણા જિલ્લામાં ૪ દિવસ બાદ શનિવારે વધુ એક કોરોનાનો કેસ નોંધાયો છે. મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં રહેતી આધેડ મહિલા સંક્રમિત થઇ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની કુલ સંખ્યા ૬ થઇ છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, મહેસાણા શહેરના રાધનપુર રોડ વિસ્તારમાં રહેતી ૫૫ વર્ષીય મહિલા કોરોના સંક્રમિત થઇ છે. આ સાથે જિલ્લામાં ૪ દિવસ બાદ કોરોનાનો વધુ એક સામે આવતાં એક્ટિવ કેસની કુલ સંખ્યા ૬એ પહોંચી છે. બીજી બાજુ જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના કુલ ૧૩ કેસ સામે આવી ચૂક્યાં છે. અત્યાર સુધીમાં મહેસાણા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ૪ મહિલા અને ૨ પુરૂષ સાથે કુલ ૬ કેસ નોંધાયાં છે. આરોગ્ય વિભાગે શનિવારે ૧૦૧૬ શંકાસ્પદ સેમ્પલ સાથે ૧૦ જાહેર સેન્ટર પરથી ૧૬૭ સેમ્પલ લેવાયા હતા. જિલ્લામાં છેલ્લા ૨૫ દિવસમાં કોરોનાના ૧૩ કેસ સામે આવ્યા છે. જે પૈકી ઓમિક્રોનની ઝડપે ચડેલી ૩ મહિલા સારવાર બાદ ડિસ્ચાર્જ કરાઇ છે. જિલ્લામાં વધી રહેલા સંક્રમણ બાબતે દિવ્ય ભાસ્કરે કોરોનાકાળમાં ફરજ બજાવનાર તબીબો સાથે વાત કરી હાલની અને સંભવિત ત્રીજી લહેર અંગે મત જાણ્યો હતો. તબીબો મુજબ, અત્યારે કોરોનાના જે પણ કેસ સામે આવી રહ્યા છે, તે પૈકી મોટાભાગની વ્યક્તિઓ ટ્રાવેલિંગમાં સંક્રમિત થયા છે અથવા તો ટ્રાવેલિંગ કરનાર વ્યક્તિના જાણે અજાણે ક્લોઝ કોન્ટેક્ટમાં આવવાથી સંક્રમિત થયા છે. આ સ્થિતિ હજુ એકાદ મહિના સુધી રહી શકે છે. એકાદ મહિના સુધી એકલ-દોકલ કેસ સામે આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *